બેંકમાં એકાઉન્ટ ખોલવાથી માંડી કોઈ સરકારી યોજનામાં જોડાવા સહિતના કામકાજ માટે આધાર કાર્ડની જરૂર પડે છે. આ આધારકાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI દ્વારા ઇસ્યૂ કરવામાં આવે છે. UIDAI દ્વારા 10 વર્ષ જૂના આધારકાર્ડ અપડેટ કરવા જણાવાયુ છે. જો તમે પણ આધાર કાર્ડ અપડેટ માટે પ્રોસેસ કરી છે તો તેનું સ્ટેટસ તપાસવુ જરૂરી છે. જો આધાર કાર્ડ અપડેટ નહીં થાય તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે આધારકાર્ડ અપડેટ થયું છે કે નહી તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
જો તમારા આધાર કાર્ડને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય અને તેને અપડેટ કરાવવા આપ્યું હોય તો તેનું સ્ટેસ્ટસ જાણવુ જરૂરી છે.- સ્ટેટસ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/en/ પર જવું.
- આ સાઈટમાં જઈને તમારે લોગિન પર ક્લિક કરવુ.
- જ્યાં તમારે તમારો 12 આંકડાનો આધાર નંબર નાખવો
- બાદમાં તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને અહીં દાખલ કરવો.
- પછી તમારું ડેશબોર્ડ ખુલશે, જેમાં તમારે "My Aadhaar" સેક્શનમાં જવું.
- તે સેક્શનમાં ગયા બાદ તમારે "Check Aadhaar Update Status" ઓપ્શન પર ક્લિક કરવુ.
- બાદમાં તમને "SRN" નો વિકલ્પ દેખાશે જેના પર તમારે ક્લિક કરવુ. અને પછી તમારો સર્વિસ રિક્વેસ્ટ નંબર અહીં દાખલ કરવો, જે તમને આધારકાર્ડ અપડેટ કરતા સમયે મળે છે.
- છેલ્લે સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા કોડ દાખલ કરવો પછી તમારુ સ્ટેટસ નજર આવશે જેનાથી ખબર પડી જશે કે, તમારું આધાર અપડેટ થયું છે કે નહીં.
- ...નહીં તો ફી ચૂકવવી પડશે
જો તમે તમારું આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું તો 14 ડિસેમ્બર 2024 પહેલા આ કામ પતાવી દો. UIDAI દ્વારા છેલ્લી તારીખ 14 ડિસેમ્બરની રાખવામાં આવી છે. જો તમે આવુ નથી કરતા તો તમારે આ તારીખ બાદ ફી ચૂકવવી પડી શકે છે.
બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ