કોંગ્રેસના લોકો મને મધ્યપ્રદેશમાં રોજ ગાળો આપતા હતા કે, હું ગુજરાતને નર્મદાનું પાણી આપું છું
શું ગુજરાત પાકિસ્તાન છે ? ગુજરાત પણ આપણું છે: મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આજથી અનેક મુખ્યમંત્રીઓ અને અનેક કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરશે. કચ્છમાં આયોજિત જાહેર સભામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, કોંગ્રેસના લોકો મને મધ્યપ્રદેશમાં રોજ ગાળો આપતા હતા કે, હું ગુજરાતને નર્મદાનું પાણી આપું છું. શું ગુજરાત પાકિસ્તાન છે ? ગુજરાત પણ આપણું છે. જ્યારે સરદાર સરોવર બંધાયું ત્યારે ગુજરાતને પાણી મળ્યું અને મધ્યપ્રદેશને વીજળી મળી.
શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી 'કલ્પવૃક્ષ' છે, તમે જે ઈચ્છો તે મેળવી શકો છો. કેજરીવાલ બાવળનું ઝાડ છે, કાંટા જ મળશે. રાહુલ ગાંધી એક ઝાડી છે જે પાકનો નાશ કરશે. કોંગ્રેસ, AAP દેશમાંથી સંતોષ અને શાંતિનો નાશ કરશે. રાહુલ ગાંધીએ વીર સાવરકરનું અપમાન કર્યું હતું. જે વ્યક્તિને બે જન્મ સમાન સજા મળી, જેણે દેશ માટે સર્વસ્વ કુરબાન કર્યું. તમે આવા સ્વાતંત્ર્ય સેનાનીનું અપમાન કરો છો, આ દેશ તમને ક્યારેય માફ નહીં કરે.
मा.श्री @narendramodi जी कल्प वृक्ष हैं, जो जरूरत है, वही मिलेगा और केजरीवाल बबूल का पेड़ हैं, केवल कांटे ही चुभेंगे। राहुल गांधी खर पतवार हैं, ये फसल ही खराब कर देंगे।
આજથી અનેક સીએમ ગુજરાતના પ્રવાસે આવશે. મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ ગુજરાતમાં જાહેરસભાને સંબોધશે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને લખ્યું, 'ગુજરાતના મારા ભાઈઓ અને બહેનો, આજે હું માંડવી, અબડાસા, મોરબી અને ભાવનગર પશ્ચિમ મતવિસ્તારમાં ભાજપ ગુજરાતના સાથી ઉમેદવારોના સમર્થનમાં આયોજિત જાહેર સભાઓ દ્વારા તમારી સાથે જોડાઈશ. તમે પણ આવો. ભાજપ ગુજરાતની પ્રગતિ અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
મહત્વનું છે કે, ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે. ગુજરાત ચૂંટણી પહેલા તમામ પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપના અનેક મોટા નેતાઓ હવે ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરી રહ્યા છે.
गुजरात के मेरे भाइयों-बहनों, आज मैं मांडवी, अबडासा, मोरबी और भावनगर पश्चिम विधानसभाओं में @BJP4Gujarat के साथी प्रत्याशियों के समर्थन में आयोजित जनसभाओं के माध्यम से आपसे जुड़ूंगा।