મહામંથન / તમે જે દૂધ પીવો છો તે કેટલું શુદ્ધ છે? સર્વેના આંકડાઓ હચમચાવી દેનારા છે

સફેદ ઝેર. એવું ઝેર જે રોજ સવારે તમે પીવો છો..અને તેની તમને જાણ પણ નથી થતી. આમ તો તેને તમે ખૂબ જ પૌષ્ટિક આહાર તરીકે જુઓ છો પરંતુ શું તમને ખબર છે કે જેને તમે પૌષ્ટિક ગણો છો તે હકીકતમાં ગુણવત્તાને લઈને સવાલોમા છે. હા હું વાત કરી રહ્યો છું દૂધની. દેશનું એવું કોઈ ઘર નહીં હોય કે જેના ઘરમાં દૂધ ન પીવાતું હોય..પરંતુ આપણા ઘરમાં જે દૂધ પીવાય છે તે કેવું છે? તેની વાસ્તવિકતાથી વાકેફ છો ખરા? કદાચ નહીં હોવ..ત્યારે હું આપને એ પણ અહી જણાવું દઉ કે એક સર્વે મુજબ દૂધના 41 ટકા નમૂના ગુણવત્તામાં ખરાબ નીકળ્યા છે..એટલુ જ નહીં પ્રોસેસ્ડ દૂધના 33 ટકા સેંપલ માપદંડોને પાસ કરી શક્યા નથી..ત્યારે અહીં સવાલ છે કે શું આખરે તમે જે દૂધ પીવો છો તે કેટલું શુદ્ધ છે? આજ તમામ બાબતો પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ