બ્રેકિંગ ન્યુઝ
VTV / Is the central government giving women Rs. 2.20 lakh lawn? See what is the reality of viral messages
Megha
Last Updated: 03:21 PM, 6 December 2022
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહિલાઓને આર્થિક સહાય આપવા માટેનો એક મેસેજ હાલ સોશ્યલ મીડીયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. એ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પીએમ નારી શક્તિ યોજના હેઠળ (PM Nari Shakti Yojana) દેશની મહિલાઓને 2.20 લાખ રૂપિયાની લોન આપી રહી છે.તમને જણાવી દઈએ કે આ મેસેજને સરકાર દ્વારા તદ્દન નકલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વાયરલ થયેલ આ ફેક મેસેજમાં મહિલાઓને આર્થિક મદદ માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે કહેવામાં આવી રહ્યું છે અને આ મેસેજને PIB ના આ ફેક્ટ ચેક દ્વારા ચેક કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે PIB ના આ ફેક્ટ ચેકમાં શું કહેવામાં આવ્યું છે..
ADVERTISEMENT
ફેક છે આ આખો મેસેજ
તમને જણાવી દઈએ કે આ ફેક મેસેજનો પર્દાફાશ કરતી વખતે PIBએ કહ્યું હતું કે આ મેસેજ ફેક છે. આ સાથે જ પીઆઈબીએ એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ સહાયની જાહેરાત કરવામાં આવી નથી. જો કે 'ઇન્ડિયન જોબ' YouTube નામની ચેનલે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના' હેઠળ મહિલાઓને 2 લાખ 20 હજાર રૂપિયા આપવા જઈ રહી છે પણ આ દાવો ખોટો છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના લાવવામાં આવી નથી. આ સાથે જ પીઆઈબી સમયાંતરે લોકોને સલાહ આપે છે કે લોકોએ વાયરલ મેસેજ તરીકે મોકલવામાં આવતી આવી કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્યારેય ક્લિક ન કરવું જોઈએ.
'इंडियन जॉब' नामक #YouTube चैनल द्वारा यह दावा किया जा रहा है कि केंद्र सरकार सभी महिलाओं को 'प्रधानमंत्री नारी शक्ति योजना' के तहत 2 लाख 20 हजार रूपए देने जा रही है।#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) December 6, 2022
▶️यह दावा #फर्जी है।
▶️केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं लाई गई है। pic.twitter.com/FL3Ji8Oydc
PIB દ્વારા મેસેજ ફેક્ટ ચેક કેવી રીતે કરવું
જો ક્યારેય તમને આવો કોઈ શંકાસ્પદ મેસેજ કે ફોરવર્ડ લિંક આવે તો તમે હંમેશા તેની સત્યતા ચકાસી શકો છો. તમે તપાસ કરી શકો છો કે સમાચાર કેટલા સાચા છે ને કેટલા ખોટા. આ માટે તમારે https://factcheck.pib.gov.in પર મેસેજ કરવાનો રહેશે જો કે એમ ન કરવું હોય તો તમે વૈકલ્પિક રીતે તમે ફેક્ટ ચેક માટે +918799711259 પર WhatsApp મેસેજ પણ મોકલી શકો છો. આ સિવાય આવા મેસેજ [email protected] પર પણ મોકલી શકો છો. હકીકત તપાસની માહિતી https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.