બોલિવુડમાં ટાઈગર શ્રૉફ અને દિશા પટનીના બ્રેકઅપની અફવાઓએ જોર પકડ્યું છે. બંને ઓન સ્ક્રીન હોય કે ઓફ સ્ક્રીન ડાન્સ પાર્ટનરથી લઈને મૂવી કો-સ્ટાર સુધી આ બંને શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી છે. દિશાની વાત કરીએ તો ઘણા સમયથી અફવા છે કે તે અન્ય કોઈને ડેટ કરી રહી છે. હાલમાં ટાઇગર પણ પોતાની આગામી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ની કો-સ્ટાર તારા સુતરિયા સાથે રિલેશનશિપમાં છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી રિતિક રોશનનું નામ ટાઈગરની શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટણીની સાથે જોડવામાં આવી રહ્યુ છે. ત્યારે અહેવાલ મળી રહ્યા છે કે આ અફેરની અફવાને લઈ દિશાના બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફે મૌન તોડ્યુ છે. ટાઈગરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ કે “રિતિક સાથે દિશાના અફેરની વાતો માત્ર અફવાઓ જ છે.” તેણે વધુમાં જણાવ્યુ કે ''હું બંનેને વ્યક્તિગત રીતે જાણું છે.''
ઉલ્લેખનીય છે કે રિતિક રોશન બોલિવુડ ઇન્ડસ્ટ્રીનો સૌથી હેન્ડસમ સ્ટાર માનવામાં આવે છે. તાજેતરમાં જ એક મીડિયા પોર્ટલ પર એવા સમાચાર આવ્યા હતા કે બોલિવુડ સ્ટાર રિતિક રોશને એક્ટ્રેસ દિશા પટનીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો જેના કારણે દિશાએ તો રિતિક સાથેની ફિલ્મ કરવાનું જ માંડી વાળ્યું છે. આ ફિલ્મમાં રિતિક અને દિશા સાથે ચમકવાના હતાં.
આ રિપોર્ટ પછી રિતિક રોશને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને આ સમાચારને ખોટા ગણાવીને મીડિયા પોર્ટલનો બરાબર ઉધડો લીધો હતો. આ ખબરો પર સખત વલણ દાખવતાં ઋતિકે અનેક મિડિયા ગ્રુપની ખબરોના સ્ક્રીનશૉટ શેર કરતાં ટ્વિટ કર્યુ છે.
આ પછી દિશા પટણીએ પણ પોર્ટલના સમાચારને સાવ ખોટા કહીને રિતિક રોશનને સારો કહ્યો છે. દિશાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ‘રિતિક સર વિરૂદ્ધ આ બહુ ધડમાથા વગરના સમાચાર છે અને એમાં એક પૈસા જેટલી હકીકત નથી.મેં તેમની સાથે બહુ ઓછી વાત કરી છે પણ મને ખ્યાલ છે કે તેઓ બહુ સારા વ્યક્તિ છે જે આવી હરકત ન કરી શકે.’
મેં રિતિક સર સાથે થોડીઘણી વાતચીત કરી છે. તે દરમિયાન મને તે જ લાગ્યું કે તેઓ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. હું તેમનું ખૂબ જ સન્માન કરુ છું. તેમની સાથે કોઇપણ પ્રોજેક્ટ ન કરવાની વાતમાં કોઇ તથ્ય નથી. રિતિક સાથે કામ કરવાની તેની ઇચ્છા તેની યાદીમાં સૌથી ઉપર છે.
ઉલ્લેખનીય છે કે હાલ દિશા અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારતના શુટિંગમાં વ્યસ્ત છે. જે આગામી વર્ષે રિલિઝ થશે. સાથે જ રિતિક તેની ફિલ્મ ‘સુપર 30’નું શુટિંગ પુરુ કર્યુ છે.