‘ધ લાયન કિંગ’ની રિલીઝ સાથે જ શાહરુખ ખાનના દીકરી આર્યન ખાનની ચર્ચા થઈ રહી છે.
આર્યન ખાને આ ફિલ્મના હિંદી વર્ઝનમાં સિમ્બાને અવાજ આપ્યો છે. જ્યારે શાહરુખ ખાને મુફાસાનો અવાજ ડબ કર્યો છે.
ફિલ્મના ટ્રેલર અને ટિઝરના લોકો વખાણ કરી રહ્યા છે. ભારતમાં આ ફિલ્મ સાથે શાહરુખ તથા આર્યન ખાન જોડાતા ફિલ્મની ઘણી જ ચર્ચા થઈ રહી ચે. જોકે, અત્યારે આર્યન ખાન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે.આર્યન ખાને પોતાની સ્ટાઈલને કારણે આગવો ચાહક વર્ગ બનાવ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, આર્યન લંડનની એક બ્લોગરની ડેટ કરી રહ્યો છે. આર્યનની માતા ગૌરી ખાનને આ વાતની જાણ છે અને તે આ યુવતીને મળી પણ ચૂકી છે. આ મુલાકાત બાદ ગૌરી ખાન ઘણી જ ખુશ છે અને તે આર્યનની પ્રેમિકાને ઘણી જ પ્રેમાળ માને છે.
છેલ્લાં ઘણાં સમયથી ચર્ચા છે કે આર્યન ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. જોકે, આર્યનને હિરો કરતાં ફિલ્મમેકિંગમાં વધુ રસ છે.
આર્યનની બહેન સુહાના હાલમાં ન્યૂયોર્કની ફિલ્મ એકેડમીમાં અભ્યાસ કરી રહી છે. જોકે આ પહેલા સુહાનાએ આર્ડિંગ્લે કૉલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરુ કર્યુ છે.
શાહરુખ ખાને ઘણાં ઈન્ટરવ્યૂમાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે સુહાનાને એક્ટ્રેસ બનવામાં રસ છે. જોકે, તેણે દીકરી પાસે શરત રાખી હતી કે તે અભ્યાસ પૂરો કરે પછી જ બોલિવૂડમાં કામ કરી શકશે. હાલમાં શાહરુખ પત્ની તથા બાળકો આર્યન, સુહાના તથા અબરામ સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહ્યો છે.
ગયા વર્ષે શાહરુખની ફિલ્મ 'ઝીરો' બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. આ ફિલ્મ ફ્લોપ ગયા બાદ શાહરુખે એક પણ નવી ફિલ્મ સાઈન કરી નથી.