બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Is Rishabh Pant perfectly fit to captain Delhi Capitals? Big update on fitness

IPL 2024 / શું Rishabh Pant દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ માટે સંપૂર્ણ રીતે ફિટ છે? ફિટનેસ અંગે પોતે આપ્યું મોટું અપડેટ

Megha

Last Updated: 10:01 AM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ અને તેના કેપ્ટન ઋષભ પંત માટે ખાસ બનવાની છે કારણ કે પંત આ સિઝનથી ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકે છે.

  • IPL 2024 ઓક્શન દરમિયાન ઋષભ પંત તેની ટીમ સાથે હાજર રહેશે
  • ઋષભ પંતે પોતે હેલ્થ અપડેટ આપતા કહ્યું 'હું હજુ 100 ટકા ફિટ નથી'
  • આશા છે કે આગામી કેટલાક મહિનામાં હું ટીમ સાથે જોડાઈ શકીશ

આજે દુબઈમાં IPL 2024 માટે ખેલાડીઓની હરાજી યોજાવાની છે. તમામ 10 ફ્રેન્ચાઇઝી ટીમો તેમજ ચાહકો IPL મીની ઓક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ હરાજી દરમિયાન ઋષભ પંત પણ તેની ટીમ સાથે હાજર રહેશે. પંતની ઈજા બાદથી ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે તે ક્યારે મેદાન પર પાછો ફરશે? એવામાં ઋષભ પંતે પોતે હેલ્થ અપડેટ આપી છે. 

ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ અને તેના કેપ્ટન ઋષભ પંત માટે ખાસ બનવાની છે. પંત આ સિઝનથી ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે. ગયા વર્ષે ડિસેમ્બર 2022માં તેનો કાર અકસ્માત થયો હતો, જેના કારણે તે વર્ષ 2023માં ક્રિકેટથી દૂર રહ્યો હતો. આ અકસ્માતમાં તેને ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી, જે બાદ તે હજુ પણ સ્વસ્થ થઈ રહ્યો છે અને દરેક લોકો એમ જ ઈચ્છે છે કે તે આ વખતે તે માર્ચના છેલ્લા અઠવાડિયાથી શરૂ થનારી આ લીગમાં ટીમની કેપ્ટનશિપ કરે. 

જો કે ઋષભ પંતે આ વાતચીત દરમિયાન કહ્યું કે તે હજુ 100 ટકા ફિટ નથી. એવામાં આઈપીએલ 2024માં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતના રમવા પર હજુ પણ શંકા જતાવવામાં આવી રહી છે.  ક્રિકેટરે કહ્યું કે, 'હું પહેલા કરતા અત્યારે ઘણું સારું અનુભવી રહ્યો છું. હું હજુ પણ 100% (સંપૂર્ણપણે) ફિટ નથી અને  આ માટે સખત મહેનત કરી રહ્યો છું. આશા છે કે આગામી કેટલાક મહિનામાં હું ટીમ સાથે જોડાઈ શકીશ.'

પોતાના સ્વાસ્થ્ય વિશે વાત કરતા પંતે કહ્યું, 'છેલ્લા કેટલાક મહિના મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. આ દરમિયાન મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. જ્યારે તમે ઈજાગ્રસ્ત થયા પછી ચિંતિત હોવ અને આવી સ્થિતિમાં તમને તમારી આસપાસના ચાહકો અને લોકો તરફથી સહાનુભૂતિ મળે છે, ત્યારે તમને માનસિક શાંતિ મળે છે.

નોંધનીય છે કે દિલ્હી કેપિટલ્સે તેના સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે કે પંત આ હરાજીમાં પોતાની ટીમના ઓક્શન ટેબલ પર બેસીને ખેલાડીઓની પસંદગી કરવાના અભિયાનનો ભાગ બનશે. કેપિટલ્સે પંત સાથેની વાતચીતનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે તે આ હરાજીમાં ભાગ લેવા માટે અહીં આવ્યો છે.

જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સ પાસે આ હરાજી માટે 28.95 કરોડ રૂપિયાનું પર્સ બાકી છે. તેણે આ સિઝનમાં તેના 11 ખેલાડીઓને બહાર પાડ્યા હતા અને હવે તેની પાસે આ હરાજીમાં માત્ર 9 ખેલાડીઓ ખરીદવાની જગ્યા છે, જેમાંથી 4 વિદેશી હોઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ