બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અમદાવાદ પ્લેન ક્રેશ માટે પાકિસ્તાન જવાબદાર? નિષ્ણાંતની વાતથી સમગ્ર વિશ્વમાં હડકંપ
Last Updated: 06:15 PM, 13 June 2025
Ahmedabad Plane Crash : અમદાવાદમાં ભયાનક વિમાન દુર્ઘટના બની ગઇ છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં તેના પડઘા પડી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર બનેલી આ ભયાનક દુર્ઘટનામાં 265 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં પ્લેમાં રહેલા 242 મુસાફરો અને ક્રુ મેમ્બર પૈકી 1 વ્યક્તિને છોડીને તમામ 241 મુસાફરોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત તે જે હોસ્ટેલ મેસ સાથે ટકરાયું ત્યાં પણ અનેક લોકોનાં મોત નિપજ્યાં છે.
ADVERTISEMENT
ટાટા સમુહ દ્વારા કરાઇ સહાયની જાહેરાત
એર ઇન્ડિયાની માલિકી ધરાવતા એર ઇન્ડિયાની માલિકીની ટાટા સમુહે હવે સ્પષ્ટતા કરી દીધી છે કે, એક કરોડ રૂપિયાની રકમ દરેક તે વ્યક્તિનાં પરિવારજોને આપવામાં આવશે. જેને અમે દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત જે જમીન પર જે લોકોનાં મોત નિપજ્યાં તે લોકોને પણ ટાટા દ્વારા સહાય ચુકવવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નિષ્ણાંતોએ પાકિસ્તાન એંગલ અંગે કરી સ્પષ્ટતા
જો કે આ અંગે એવિએશન એક્સપર્ટે જણાવ્યું કે, પ્લેન દુર્ઘટના સમયે મેક્સ લોડ પર હતું. પ્લેનની જેટલી કેપેસિટી છે તેટલા જ પેસેન્જર્સ પણ હતા અને ગુજરાતી લોકો ત્યાં જઇ રહ્યા હોવાથી પુરતો સામાન પણ હતો. આ ઉપરાંત તેના કાર્ગો વિભાગમાં પણ કેપેસિટી અનુસારનો લોડ હતો. આ ઉપરાંત પાકિસ્તાન એરસ્પેસ બંધ હોવાનાં કારણે પ્લેનને મોટુ ચક્કર કાપીને જવું પડતું હોવાથી તેમાં ફ્યુંટ પણ એક્સ્ટ્રા ભરવામાં આવ્યું હતું. તેની મેક્સિમમ ફ્યુલ કેપિસીટી પર હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : હું કૂદ્યો ન હતો, પણ...', વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કેવી રીતે થયો
અમદાવાદની ગરમી પણ બની વિલન
ADVERTISEMENT
જો કે પ્લેનમાં મેક્સિમમ ફ્યુલ હોવાને કારણે અમદાવાદની ગરમીથી આ ફ્યુલની ડેન્સિટી ઘટી જાય છે. જેના કારણે ઓછી ડેન્સિટીનું ફ્યુલ મળવાનાં કારણે એન્જિનનો પાવર ઘટી જાય છે. જેથી પ્લેનને જેટલો થર્સ્ટ જોઇએ તેટલો મળતો નથી. જેથી મેક્સ લોડ પ્લેનને ઉડાવવા માટેના કેલ્ક્યુલેશન અને ફ્યુલની ઓછી ડેન્સિટીનાં કેલ્કુલેશનમાં ખુબ જ સામાન્ય ફેરફાર હોય છે. કારણ કે પ્લેનને જેટલો થર્સ્ટ જોઇએ તેટલો મળતો નથી તેથી પાયલોટને આ ગણત્રીમાં કોઇ ભુલ થઇ ગઇ કે કેમ તે પણ એક સવાલ છે.
ADVERTISEMENT
પાકિસ્તાની એર સ્પેસનો ભયાનક રોલ
આ ઉપરાંત પાકિસ્તાની એર સ્પેસ બંધ હોવાનાં કારણે પ્લેનમાં મેક્સિમ ફ્યુલ ભરવામાં આવે છે. જેથી પ્લેન જ્યારે ટકરાયું ત્યારે લાખો લીટર પેટ્રોલ ઢોળાઇ ગયું અને ત્યાર બાદ તેમાં આગ લાગી ગઇ. જેથી જે ઓછું ફ્યુંલ હોત તો બચી શક્યા હોત તેઓ પણ જીવતા ભડથું થઇ ગયા. આ ઉપરાંત આ પેટ્રોલ ઘણા બધા ભાગમાં ઢોળાયું હોવાનાં કારણે આસપાસનાં બિલ્ડિંગોમાં પણ આગની ઘટના બની. તેનાં કારણે પણ કેટલાક લોકોનાં મૃત્યું થયા તે અન્ય સામાન્ય પ્લેન દુર્ઘટનામાં બનતું હોતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.