બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Is Modi government giving financial assistance of Rs 2,000 to daughters? Learn the truth of viral messages

ખુલાસો / શું મોદી સરકાર દીકરીઓને આપી રહી છે 2000 રૂપિયાની આર્થિક સહાય? જાણો વાયરલ મેસેજની હકીકત

ParthB

Last Updated: 11:40 AM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે કોઈ વીડિયો જોયો છે. જેમાં કહ્યું છે કે કેન્દ્વ સરકાર છોકરીઓને નાણાકીય સહાય તરીકે 2,000 રૂપિયાની રકમ આપવા જઈ રહી છે. તો આ દાવો સંપૂર્ણ પણે ખોટો અને નકલી છે

  • PIB ફેક્ટ ચેકમાં થયો ખુલાસો 
  • આ વીડિયોની ખૂબ ચર્ચા કરાઈ રહી છે
  • જાણો શું છે વાયરલ મેસેજની સચ્ચાઈ

આ વીડિયોની ખૂબ ચર્ચા કરાઈ રહી છે

હાલ માં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્વ સરકાર છોકરીઓને નાણાકીય સહાય તરીકે 2,000 રૂપિયાની રકમ આપવા જઈ રહી છે. તો  અમે તમને જણાવી દઈએ કે આ દાવો સંપૂર્ણ પણે ખોટો અને નકલી છે. સરકારે આવી કોઈ યોજના શરૂ કરી નથી. આ લોકોને છેતરપિંડીનો શિકાર બનાવવાનું માધ્યમ બની શકે છે. PIB ફેક્ટ ચેકે આ માહિતી આપી છે 

દાવામાં શું કહેવામાં આવી રહ્યું છે?
 
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કર્યું કે, એક યુટ્યુબ ચેનલે તેના વિડીયોમાં દાવો કર્યો છે કે, કેન્દ્વ સરકાર કન્યાઓને પ્રધાનમંત્રી કન્યા આશીર્વાદ યોજના હેઠળ નાણાકીય સહાય તરીકે બે હજાર રૂપિયાની રકમ આપાશે. પીઆઈબી ફેક્ટ ચેકે તેના ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે, આ વાયરસ વીડિયો સંપૂર્ણ પણે નકલી અને ખોટો છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્વ સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. તેથી જો તમે પણ આ વીડિયો જોયો છે. અથવા કોઈએ તમને આ વીડિયો મોક્લયો છે તો સાવચેત રહો. તેની જાળમાં બિલકુલ ન પડશો. અને તેના નકલી હોવાની માહિતી અન્ય લોકોને પણ આપો. આ સિવાય જો તમને આ સ્કીમને કારણે કોઈપણ ફોર્મ ભરવા અથવા કોઈ ફી ભરવાનું કહેવામાં આવે તો એવું બિલકુલ ન કરો કારણ કે કેટલાક છેતરપિંડી કરનારા તમારી સાથે છેતરપિંડી કરવા માટે આવું કરી શકે છે. તેથી તેનાથી દૂર રહો વળી, આ માટે તમારી વ્યક્તિગત  માહિતી કે બેંકની વિગતો કોઈ ન આપો 

PIB ફેક્ટ ચેક શું છે?

તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ અથવા યોજનાઓ પર ખોટી માહિતીને રદિયો આપે છે. જો તમને કોઈ સરકારી સંબંધિત સમાચાર બનાવટી હોવાની શંકા હોય, તો તમે તેના વિશે PIB ફેક્ટ ચેકને જાણ કરી શકો છો. આ માટે તમે આ મોબાઇલ નંબર અથવા [email protected] ઇમેઇલ આઇડી પર 918799711259 મોકલી શકો છો.


 

સંકળાયેલા મુદ્દાઓ

modi government pib fact check viral messages પીઆઈબી ફેક્ટ ચેક મોદી સરકાર વાયરલ ન્યૂઝ PIB Fact Check
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ