બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Is Malaika Arora Pregnant Arjun Kapoor spokerd about it says before writing anything ask us
Megha
Last Updated: 03:12 PM, 1 June 2023
ADVERTISEMENT
બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા ઘણી લોકપ્રિય છે. આવનારા દિવસોમાં તે એક કે બીજી વાતને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રી તેની લવ લાઈફ, મૂવ્સ અને ડાન્સને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલ રહે છે. તાજેતરમાં, અભિનેત્રી વિશે એક ફેક સમાચાર સામે આવ્યા હતા જે બાદ તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરે એ વિશે ખુલાસો કર્યો હતો અને આ સાથે જ તેણે અફવાઓ ફેલાવનાર લોકોની ક્લાસ પણ લગાવી હતી.
ADVERTISEMENT
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધો અવારનવાર હેડલાઈન્સમાં રહે છે, જેના કારણે બંને ઘણી વખત ટ્રોલિંગનો શિકાર બની ચૂક્યા છે. જોકે કપલને આ ટ્રોલિંગથી કોઈ વાંધો નથી. પણ હાલ એવી અફવા હતી કે મલાઈકા અરોરા ગર્ભવતી છે. જો કે એ સમયે એમને આ અહેવાલોને નકારી કાઢી હતી. હવે અર્જુન કપૂરે એક નિવેદનમાં કહ્યું છે કે તેના અંગત જીવન સાથે રમત ન કરવી જોઈએ. એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે આવા ફેક ન્યૂઝની અસર અંગે પ્રતિક્રિયા આપી છે.
અર્જુન કપૂરે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "નેગેટિવિટી ફેલાવવી સરળ છે. મને લાગે છે કે તે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. જુઓ, અમે અભિનેતા છીએ, અમારી અંગત જિંદગી હંમેશા મોટા પ્રમાણમાં વ્યક્તિગત નથી હોતી. એવું થાય છે. તેથી જ અમારા આ પ્રોફેશનમાં અફવા ફેલાવવી સામાન્ય છે. અમે અમારી વાત લોકો સુધી પહોંચાડવા માટે મીડિયા પર આધાર રાખીએ છીએ. તેથી જ અમે ઇચ્છીએ છીએ કે તમે બધા ધ્યાનમાં રાખો કે અમે પણ માણસ છીએ. ક્યારેય કોઈ પણ મહત્વના સમાચાર લખતા પહેલા અમારો સંપર્ક કરો.ઓછામાં ઓછું આટલું તો કરો. તેનાથી વધુ એ છે કે તમે જે લખો છો તેની તપાસ કરીને લખો.
જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં અર્જુન કપૂરે એલ સમાચારને ખોટા ગણાવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે કે મલાઈકા અરોરા ગર્ભવતી છે. એ સમયે ગુસ્સો વ્યક્ત કરતા, અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર રિપોર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની વાત કરીએ તો બંને લગભગ પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Coldplay Concert / મોટું એલાન: કોલ્ડપ્લેના ચાહકો આધાતમાં! 12માં આલ્બમ બાદ બેન્ડ લેશે સંન્યાસ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.