બ્રેકિંગ ન્યુઝ
VTV / is lockdown required to contain corona third wave spread in india
Hiralal
Last Updated: 02:48 PM, 10 January 2022
ADVERTISEMENT
દેશમાં હવે કોરોનાની ત્રીજી લહેર ઘાતક બની છે અને હવે લોકડાઉન જેવા કડક પગલાંની જરુર છે તેવું લાગી રહ્યું છે ત્યારે હવે પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે
એવું જણાવ્યું કે લોકડાઉનની અસર તો પડે છે પરંતુ હાલની સ્થિતિની સમજવી જરુરી છે. સૂત્ર મોડલથી કોરોનાની પીકનું અનુમાન કરનાર પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરનું પીક મુંબઈ અને દિલ્હીમાં જાન્યુઆરીની મધ્યમાં આવી શકે છે. દેશભરમાં આગામી મહિનાની શરુરઆતમાં પીક આવી શકે છે.
ADVERTISEMENT
લોકડાઉન લગાડાય કે નહીં
મણિન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે પહેલી લહેરમાં કડક લોકડાઉનને કારણે સંક્રમણની ગતિ અટકી ગઈ હતી. બીજી લહેર દરમિયાન પણ અલગ અલગ રાજ્યોએ અલગ અલગ રણનીતિઓ અપનાવી હતી. જે રાજ્યો હળવું લોકડાઉન લગાડ્યું હતું ત્યાં સંક્રમણ ફેલાતું અટકી ગયું હતું. એટલે એક રીતે જોઈએ તો લોકડાઉન હેલ્પ કરે છે. તેમણે કહ્યું કે ત્રીજી લહેરને જોતા દેશમાં લોકડાઉન એક આદર્શ વિકલ્પ હોઈ શકે.
લોકડાઉન મદદ તો કરે છે પરંતુ મોટી સંખ્યામાં લોકોની રોજગારી પર અસર પડે છે
તેમણે કહ્યું કે કડક લોકડાઉન મદદ તો કરે છે પરંતુ મોટી સંખ્યામાં લોકોની રોજગારી પર અસર પડે છે. તેમણે કહ્યું કે શહેરોમાં લોકડાઉનની કોઈ જરુર નથી. તમિલનાડુએ લોકડાઉન લગાડ્યું છે
IIT હૈદરાબાદના પ્રોફેસર ડોક્ટર એમ વિદ્યાસાગર રાવે શું કહ્યું જાણો
IIT હૈદરાબાદના પ્રોફેસર ડોક્ટર એમ વિદ્યાસાગર રાવે જણાવ્યું કે ઓમિક્રોન કોરોનાના એક ચેપી વેરિયન્ટ છે જે વેક્સિનથી આવેલી ઈમ્યુનિટી પણ પ્રભાવિત કરે છે. વાયરસનું સંક્રમણ થશે પરંતુ તેનાથી ગભરાવાની જરુર નથી. તેમણે કહ્યું કે વાયરસનો ચેપ લાગશે, ચિંતા કરવાની જરૂર નથી. લોકડાઉન લાગુ કરવાથી સંક્રમણ પર કાબૂ નહીં આવે. પરંતુ તેનાથી લોકોની મુસીબતમાં વધારો થશે અને જનતા ભયભીત થશે. આવી સ્થિતિમાં દરરોજ કોરોના સંક્રમણના વધુ કેસ સામે આવશે પરંતુ તેનો કોઈ અર્થ નથી. કારણ કે તમે વાયરસથી સંક્રમિત થશો પરંતુ કોઈ રોગથી નહીં. ડૉ એમ વિદ્યાસાગરે કહ્યું કે અત્યાર સુધીનો ડેટા દર્શાવે છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ જેટલો સંક્રમક છે. બીજી બાજુ, આ પ્રકાર દેશની 70 થી 100 ટકા વસ્તીમાં વિકસિત કુદરતી પ્રતિરક્ષાને અસર કરે છે. વાસ્તવમાં, આ વાયરસથી બચવા માટે રક્ષણાત્મક કવરના અભાવને કારણે ચેપના કેસમાં વધારો થયો છે.
10 લાખ કેસ આવશે તો 35 હજાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર નહીં પડે
તેમણે કહ્યું કે માની લો કે જો દેશમાં 10 લાખ કેસ આવે તો તેમાંથી 35 હજાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર નહીં પડે તો 13 હજાર લોકોને ઓક્સિજન સપોર્ટની જરુર પડશે બીજી બાજુ હોસ્પિટલમાં દાખલ થયા બાદ પણ સ્વસ્થ થયાના દિવસમાં ઝડપ આવશે. તેમણે એવું પણ કહ્યું કે કોરોના સંક્રમણ વધતા દેશની આરોગ્ય સુવિધાઓ પર વધારે બોજ નહીં પડે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.