કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનનો મૃતદેહ લેવો કેટલું હિતાવહ?
કોરોના સંક્રમિત વ્યક્તિનાં મૃતદેહ પર એક્સપર્ટની સલાહ
કોરોના હવાથી ફેલાય છે કે મૃતદેહથી ?
જો કદાચ મૃતદેહને સ્પર્શ કર્યો હોય તો પછી શું કરવું જોઈએ?
કોરોના સંક્રમિત વ્યક્તિનાં મૃતદેહ પર એક્સપર્ટની સલાહ
કારોનાની બીજી લહેર આ વખતે ભારતમાં એકદમ ઘાતક સાબિત થઈ રહી છે, સમગ્ર ભારતીયો તેનાથી કંટાળી ગયા છે. દેશમાં દરરોજ લાખોની સંખ્યામાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો રોજ મરી રહ્યા છે. તેવામાં લોકોના મનમાં ઘણા સવાલો થઈ રહ્યા છે.
જ્યારે હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે એક સવાલ તમામ લોકોને સતાવી રહ્યો છે કે શું કોઈ વ્યક્તિ કોરોનાથી મૃત્યુ પામે અને તેના મૃતદેહને આપણે અડીએ તો શું આપણને કારોના થાય? આ સવાલનાં જવાબમાં જાણો કે એક્સપર્ટ શું કહી રહ્યા છે.
કોરોના હવાથી ફેલાય છે કે મૃતદેહથી ?
એઇમ્સમાં કાર્યરત ડોકટર પ્રવીણ ગુપ્તાએ કોરોનાને લગતા ઘણા સવાલોના જવાબ આપ્યા છે. આ ગોષ્ઠી દરમ્યાન જ આ સવાલ આવ્યો કે શું જેમનું મૃત્યુ કોરોનાને લીધે થયું હોય, તો એમના મૃતદેહને અડવાથી કોરોના થઈ શકે?
તેના જવાબમાં ડૉકટર પ્રવીણ ગુપ્તાએ કહ્યું કે "જ્યારે કોઈ કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થાય છે ત્યારે તેમના મૃતદેહને ચારે બાજુથી વીંટાળી દેવામાં આવે છે. જેનાથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો ભય નહિવત થઈ જાય છે. કોરોના હવાનાં સંપર્કથી ફેલાઈ છે. અને મૃતદેહ ક્યારેય શ્વાસ નથી લેતો, કે નથી છીંક ખાતો કે પછી ઉધરસ પણ નથી ખાતો. એટલે કે મૃતદેહ દ્વારા કોરોના નથી ફેલાતો.
જો કદાચ મૃતદેહને સ્પર્શ કર્યો હોય તો પછી શું કરવું જોઈએ?
સાથે જ ડૉ. ગુપ્તાએ કહ્યું કે જો તમે આવા મૃતદેહને સ્પર્શ પણ કરી લો છો તો તમારે તમારા હાથ એકદમ બરોબર રીતે ધોવા જોઈએ અને કોરોનાનાં દરેક નિયમનું પાલન કરવું જોઈએ.
આ સવાલનો જવાબ અત્યારે દરેક લોકો સુધી પહોંચવો એટલા માટે જરૂરી છે કારણકે ઘણા પરિવારનાં લોકો પોતાના જ સભ્યનાં મૃતદેહને લેવા પણ નથી આવતા. અને છેવટે પ્રશાસન આવા મૃતદેહનાં અંતિમ સંસ્કાર કરે છે.