બ્રેકિંગ ન્યુઝ
VTV / Is it possible to get rid of anxiety by making a noise on the road? A question to think about, or is it just superstition?
Vishal Khamar
Last Updated: 08:26 PM, 11 November 2023
ADVERTISEMENT
કાળીચૌદશની રાતે હનુમાનજીની ઉપાસના કરીને જીવનના પ્રશ્નોનું સમાધાન કરવા મથીએ છીએ. સંકટ અને બાધાઓથી મૂકિત કોને નથી જોઈતી. સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરીએ છીએ, કારણ કે અમરત્વની ઈચ્છા એ માનવજાતની આજની નથી, પણ અનાદિકાળથી ચાલી આવે છે. ઘરના દેવસ્થાનમાં, સ્નાનગૃહમાં, રસોઈ ઘરમાં, તુલસીના છોડ પાસે પ્રાર્થના કરવાથી સકારાત્મકતા મળે છે અને પાપોનો નાશ થાય છે, એવી આપણી દ્રઢ માન્યતા છે. કાળીચૌદશે અંધકારની દેવી અને વીર વેતાળની પૂજા અર્ચના કરવા માટે મધ્યરાત્રિ દરમિયાન સ્મશાન ગૃહની મુલાકાત લેનારો પણ એક વર્ગ છે.
ADVERTISEMENT
એવું પણ માનીએ છીએ કે આ દિવસની પૂજાથી આપણી ઈચ્છાઓની પૂર્તિ થાય છે, અને સૌથી મોટી વાત, કે કાળી ચૌદસની પૂજાથી લગ્નજીવનમાં કંકાસ હોય તો એ પણ દૂર થાય છે. પૂજા કેવી રીતે કરવી, ક્યાં કરવી, શું પહેરવું, શું ખાવું જેવી અનેક વાતો કાળીચૌદશના દિવસે આપણે અનુસરીએ છીએ. આ દિવસની ઉજવણીના ઉજવણીના ભાગરૂપે કકળાટ કાઢવા જૂના ઝાડૂ અને માટલા કાઢીને તેની જગ્યાએ નવા મુકીએ છીએ. સંધ્યાકાળ પછી માન્યતાનો આ દૌર પણ શરૂ થાય છે. ઘરની બહાર ચાર રસ્તા પર સુંવાળી અને વડા મુકીને, ફરતુ પાણીનું કુંડાળુ કરીને કકળાટ કાઢવાનો રિવાજ છે. પાછું વળીને જોવાનું નહી, કારણ કે કંકાશ ફરી ઘરમાં પ્રવેશી જાય છે, તો, કંકાશના ત્યાગ માટે પણ આજના દિવસે માન્યતાઓને તો અનુસરીએ છીએ પણ વાસ્તવિક જીવનમાં માત્ર માન્યતાઓ જ બચી છે, એની પાછળનો તર્ક ક્યાંય પાછળ છૂટી ગયો છે. આજે કાળીચૌદશના દિવસે ચર્ચીશું કે શું વાસ્તવમાં ચારરસ્તા પર કકળાટ કાઢ્યે કંકાશમાંથી મુક્તિ મળી જાય છે.
કાળી ચૌદશનું શું છે મહત્વ?
આજના દિવસે શક્તિનાં કાળી રૂપને પુજવામાં આવે છે. આજનો દિવસ તંત્ર મંત્રની ઉપાસના માટે પણ ઉત્તમ છે. ઘરમાંથી કકળાટને કાઢવામાં આવે છે. આંખોએ આંજણ લગાવવામાં આવે છે. મૃત્યુનાં દેવતા યમરાજને દીવો કરાય છે. દક્ષિણ દિશામાં મુખ રાખીને યમરાજની પૂજા કરાય છે.
કકળાટ બહાર મૂકવાની કેમ છે પ્રથા?
આજ ઘરના વડીલ તમામ સભ્યોની નજર ઉતારે છે. તળેલી વાનગી ઘરના સભ્યોના માથેથી વાળીને ચાર રસ્તે મૂકાય છે. પરિવારનાં સભ્યોનું રક્ષણ થાય તે માટે નજર ઉતારવાની વર્ષોની પરંપરા છે. આજે કરાયેલી પૂજાથી આંતરિક શક્તિનો સંચાર થાય તેવી માન્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.