બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / is it hazardous to store food in plastic containers

Health / પ્લાસ્ટિકના કન્ટેનરમાં શું ખોરાક સ્ટોર કરવો છે ખતરનાક..? જાણો શું છે હકીકત

Bijal Vyas

Last Updated: 10:47 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું પ્લાસ્ટિકના કન્ટેનરમાં બચેલા ખોરાકને સ્ટોર કરવું હેલ્થ માટે યોગ્ય છે? આવો જાણીએ આ પાછળની હકીકત...

  • ઘણા લોકો વધેલો ખોરાક પ્લાસ્ટિક ડબ્બામાં ભરીને સ્ટોર કરે છે 
  • જો તમારે બચેલો ખોરાક સંગ્રહ કરવો હોય તો બાયો પ્લાસ્ટિકનો ઉપયોગ કરો

આજકાલ મોર્ડન લાઇફસ્ટાઇલમાં બચેલો ખોરાક ફ્રીજમાં સ્ટોર કરવો એ સામાન્ય બાબત બની ગઈ છે. ઓફિસ જતા લોકો જાણી જોઈને એક્સ્ટ્રા ખોરાક તૈયાર કરે છે જેથી તેઓને બીજા દિવસના ખોરાકની સગવડ થઈ શકે. પરંતુ આપણો સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આપણે બચેલો ખોરાક ફ્રિજમાં સ્ટોર કરીએ છીએ. પરંતુ શું પ્લાસ્ટિકના વાસણોમાં ખોરાક રાખવો યોગ્ય છે? ઘણા લોકો ફ્રિજમાં ફક્ત રસોડાના વાસણો જ રાખે છે. જ્યારે કેટલાક લોકો કાચના વાસણોનો ઉપયોગ કરે છે. પરંતુ આજે અમે એવા લોકો વિશે વાત કરી રહ્યા છીએ જેઓ બચેલો ખોરાક પ્લાસ્ટિકના વાસણોમાં સ્ટોર કરે છે. પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે જેનો આપણે સરળ રીતે ઉપયોગ કરીએ છીએ અને સૌથી સારી વાત એ છે કે તૂટવાનો ડર નથી.

જો તમે પણ ફ્રિઝમાં રાખો છો આ 7 વસ્તુઓ તો તમારી હેલ્થને થાય છે મોટું નુકસાન,  રહો એલર્ટ | foods not to refrigerate foods not to put in fridge

પ્લાસ્ટિકના કન્ટેનર ફ્રીજમાં રાખવા સુરક્ષિત ?
ફ્રીજમાં રાખવા માટે આપણે એવા વાસણનો ઉપયોગ કરીએ છીએ જે સુરક્ષિત હોય એટલે કે તૂટવાનો ડર ના રહે. પરંતુ શું પ્લાસ્ટિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ સુરક્ષિત છે. પ્લાસ્ટિક વિશે કહેવામાં આવે છે કે તેને રાંધવા, અથવા તેને ગરમ કરવા, રેફ્રિજરેટ કરવા અથવા તેમાં ખોરાક સ્ટોર કરવા માટે સારું માનવામાં આવતું નથી. આજના સમયમાં પ્લાસ્ટિકને માઇક્રોવેવ અને ઓવન મુજબથી સુરક્ષિત ગણવામાં આવે છે, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તે સુરક્ષિત નથી. આ કિસ્સામાં પ્લાસ્ટિકના વાસણમાં ખોરાક પેક કરવાને બદલે, તમે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરી શકો છો.

પોલીઇથાઇલીન ટેરેફ્થેલેટ 
માર્કેટમાં ઉપલબ્ધ પોલીઇથાઇલીન ટેરેફ્થેલેટ પ્લાસ્ટિકના કન્ટેનર સૌથી સારા માનવામાં આવે છે. પ્લાસ્ટિકના આ વાસણને પાણીથી સાફ કર્યા બાદ બે વાર ઉપયોગ કરી શકાય છે. પરંતુ તેને વારંવાર ધોવાથી તેમાં જોવા મળતા રસાયણો ખોરાક કે પાણીમાં ભળી જાય છે. આવી સ્થિતિમાં, જો વાસણમાં કોઈ પ્રકારની સમસ્યા હોય, તો તેને સમયસર ફેંકી દો અને તેનો ઉપયોગ ન કરો.

Tiffin Express Lunch Box - YouTube

બાયો પ્લાસ્ટિકનો કરો ઉપયોગ 
જો તમારે બચેલો ખોરાક સંગ્રહ કરવો હોય તો બાયો પ્લાસ્ટિકનો ઉપયોગ કરો. બાયો પ્લાસ્ટિકનો ઉપયોગ પ્લાસ્ટિકના કપ, પ્લેટ બનાવવા માટે થાય છે. તેને બનાવવા માટે મકાઈ, બટાકા, શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

store food in plastic containers ખોરાક પ્લાસ્ટિક ફ્રીજ સુરક્ષિત સ્ટોર Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ