બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / ધુમ્મસથી ચોમાસામાં કાર ચલાવવામાં પડે છે તકલીફ? તો અપનાવો આ ટિપ્સ, થશે ફાયદો

કાર ટિપ્સ / ધુમ્મસથી ચોમાસામાં કાર ચલાવવામાં પડે છે તકલીફ? તો અપનાવો આ ટિપ્સ, થશે ફાયદો

Last Updated: 02:21 PM, 10 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રાઇવિંગ કરતી વખતે તે ખૂબ જોખમી બની શકે છે કારણ કે તેનાથી રોડ આગળ દૂર સુધી જોઇ શકાતુ નથી.

જ્યારે પણ વરસાદ પડે છે, ત્યારે વિન્ડશિલ્ડ માટે ધુમ્મસ પડવું સામાન્ય બાબત છે. ડ્રાઇવિંગ કરતી વખતે તે ખૂબ જોખમી બની શકે છે કારણ કે તેનાથી રોડ આગળ દૂર સુધી જોઇ શકાતુ નથી. આવી સ્થિતિમાં અમે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ જે વિન્ડશિલ્ડને ડિફોગ કરવામાં મદદ કરશે.

સૌ પ્રથમ ફોગિંગ વિશે વાત કરીએ તો તે પાણીનું ઘનીકરણ છે એટલે કે એક જગ્યાએ થીજી જવું અને તે કારના કાચમાં અંદર અથવા બહાર થઈ શકે છે. આ સામાન્ય રીતે કારની અંદર અને બહારના જુદા જુદા તાપમાનને કારણે થાય છે.

વાઇપર્સ: જો તમારી કારની વિન્ડશિલ્ડની બહાર ફોગિંગ થાય છે, તો તેનો અર્થ એ કે કારની બહાર કન્ડેન્સેશન થઈ રહ્યું છે. આવા કિસ્સામાં તમે વાઇપર ઓપરેટ કરીને કારની બહાર વિન્ડશિલ્ડમાં ફસાયેલા ધુમ્મસને સરળતાથી દૂર કરી શકો છો.

car-21_11

ડિફોગર: જો તમારી કારની અંદર ફોગિંગ થાય છે, તો તેનો અર્થ એ છે કે કારની અંદરનું તાપમાન કારની બહારના તાપમાન કરતા વધારે છે. આવા કિસ્સામાં કારની અંદર આપવામાં આવેલા 'ડિફોગર' ફીચરની મદદથી ધુમ્મસને તરત જ દૂર કરી શકાય છે.

AC: જેમ આપણે કહ્યું તેમ જ્યારે કારની અંદરનું તાપમાન કારની બહારના તાપમાન કરતા વધારે હોય છે, ત્યારે ધુમ્મસ રચાય છે. આવી સ્થિતિમાં જો તમે ડિફોગિંગ પછી ધુમ્મસને ફરીથી બનતા અટકાવવા માંગતા હો, તો ACની મદદથી અંદરનું તાપમાન બહારના તાપમાન કરતા ઓછું રાખો.

બારીઓ ખુલ્લી રાખો: વિન્ડશિલ્ડ પર ધુમ્મસને બનતું અટકાવવાની બીજી રીત. તમારે કારની બારીઓ થોડી ખુલ્લી રાખવી જોઈએ જેથી તાપમાન સમાન રહે. આ રીતે બહાર અને અંદરનું તાપમાન સરખું થઈ જાય છે જેના કારણે ધુમ્મસ નથી થતું.

એન્ટી ફોગ: આને લગાવવાથી તમે ધુમ્મસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો, તે ચોમાસા દરમિયાન ધુમ્મસને જમા થતા અટકાવે છે. તમે વિન્ડશિલ્ડની અંદરના ભાગમાં જાગવાળુ પાણી અથવા શેવિંગ ક્રીમ લગાવી શકો છો, જે ધુમ્મસને અમુક અંશે બનતા અટકાવવામાં મદદ કરે છે.

વધુ વાંચોઃ રિટાયરમેન્ટ બાદ પણ મહીને મળશે 1 લાખનું પેન્શન, એ કઇ રીતે? સમજો આ રોકાણ ટિપ્સ

વરસાદની મોસમમાં ધુમ્મસ ખૂબ જ ઝડપથી જામે છે જેના કારણે આગળ જતા વાહનો દેખાતા નથી જેના કારણે અનેક જોખમી અકસ્માતો પણ થાય છે. આવી સ્થિતિમાં ધુમ્મસ બને તે સાથે જ તેને દૂર કરવું જોઈએ અને તેને ન બને તે માટેના પ્રયાસો પણ કરવા જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Automobiles Technology Car Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ