Is it better to take a mixed dose of Covishield and Covacin? Big claim made in ICMR study
મહામારી /
ગૂડ ન્યૂઝ : વેક્સિનના મિક્સ ડોઝ 'વરદાન' સમાન, આપે છે આ મોટો લાભ, ICMR સ્ટડીમાં દાવો
Team VTV03:23 PM, 08 Aug 21
| Updated: 03:40 PM, 08 Aug 21
ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલના એક સ્ટડીમાં માલૂમ પડ્યું છે કે પહેલો ડોઝ કોવિશિલ્ડ અને બીજો ડોઝ કોવેક્સિન લેવાથી કોરોના સામે સારી ઈમ્યુનિટી જોવામાં આવી છે.
ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલના સ્ટડીમાં મોટો દાવો
અલગ અલગ વેક્સિન લેવા પર સૌથી સ્ટડી
કોવિશિલ્ડ અને કોવેક્સિન લેવાથી કોરોના સામે સારી ઈમ્યુનિટી મળે છે
વાયરસના અલગ અલગ વેરિયન્ટની સામે પણ પ્રભાવી
દુનિયામાં કોરોનાની મિક્સ વેક્સિન અંગે સ્ટડી ચાલી રહી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે વેક્સિનના બે અલગ અલગ ડોઝ કોરોના સામેની મજબૂત ઈમ્યુનિટી બની શકે છે.
ICMR ના સ્ટડીમાં જણાયું છે કે એડિનોવાયરસ વેક્સિન પર આધારિત બે અલગ અલગ વૈક્સિનનું કોમ્બિનેશન ફક્ત કોરોના સામે જ અસરકારક નથી પરંતુ વાયરસના અલગ અલગ વેરિયન્ટની સામે પણ પ્રભાવી છે.
સ્ટડીમાં એવું પણ સૂચન કરાયું છે કે મિક્સ વેક્સિનથી ફક્ત વેક્સિનની અછત દૂર કરવામાં જ મદદ મળતી નથી પરંતુ અલગ અલગ વેક્સિન અંગે લોકોના મનમાં જે ગેરસમજણ છે તે પણ દૂર થઈ શકે છે.
સ્ટડીમાં શું તારણ આવ્યું
આ સ્ટડીમાં 98 લોકોને સામેલ કરવામાં આવ્યાં તેમાંથી 40 લોકોને કોવિશિલ્ડના બન્ને ડોઝ તથા 40 લોકોને કોવેક્સિનના બન્ને ડોઝ આપવામાં આવ્યાં હતા. 18 ટકા લોકો હતા જેમને પહેલો ડોઝ કોવિશિલ્ડ અને બીજો ડોઝ કોવેક્સિનનો લગાડવામાં આવ્યો.
સ્ટડીમાં જણાયું કે જે લોકોને વેક્સિનના અલગ અલગ ડોઝ અપાયા હતા તેમનામાં કોરોનાના આલ્ફા, બીટા અને ડેલ્ટા વેરિયન્ટની સામે ઘણી ઈમ્યુનિટી મળી. તે ઉપરાંત એન્ટીબોડી અને ન્યૂટ્રલાઈઝીંગ એન્ટીબોડી પણ ઘણી વધારે હતી.
મિક્સ વેક્સિન પર ડબલ્યુએચઓનો શું અભિપ્રાય છે
વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી હતી કે કોઈ પણ વેક્સિનને મિક્સ કરીને ડોઝ ન લેવામાં આવે કારણ કે ખતરનાક બની શકે છે. તેમણે કહ્યું હતું કે આ એક ખતરનાક ટ્રે્ડ છે કારણ કે અત્યાર સુધી તે સંબંધિત કોઈ ડેટા ઉપલબ્ધ નથી. તેમણે કહ્યું કે જો અલગ અલગ દેશોમાં લોકો જાતે જ નક્કી કરે તો તેનાથી સમસ્યા સર્જાઈ શકે છે.