માનવામાં આવે છે કે ખાનગીકરણથી લોકોને વધુને વધુ સારી સેવાઓ મળી શકે છે .પરંતુ AMTS એક એવી સેવા છે જેનું ખાનગીકરણ લોકોની સારી સેવા મળી શકે તેવા ઉદેશથી કરાયું પરંતુ આ જ ખાનગીકરણને કારણે કોર્પોરેશન દેવામાં ડુબ્યું છે.
બસોના ખાનગીકરણથી એક દિવસમાં 600 બસ પાછળ રૂપિયા 17.50 લાખની ખોટ ખાવી પડી રહી છે. કોન્ટ્રાક્ટરોને 600 બસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં એક બસનું એક દિવસનું ભાડુ રૂપિયા 6400 છે..જેની સામે એક બસમાંથી થતી આવક માત્ર 4 હજારની જ થાયછે..એટલે કે એક દિવસમાં એક બસ પાછળ સીધુ જ 2500 રૂપિયાનું નુકસાન થાય છે..વાત જો સમગ્ર શહેરની કરવામાં આવે તો શહેરમાં કુલ 700 બસ દોડે છે..અને 600 બસોનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે..પરંતુ હવે 100 બસો પણ ખાનગી કોન્ટ્રાકટર ને આપવામાં આવશે ..એટલે જે ખોટ થાય છે તેમાં પણ વધારો થશે. એટલું જ નહીં પરંતુ AMTSને થતી ખોટ પાછળ કંડકટરો પણ જવાબદાર છે..કારણ કે કોન્ટ્રાક્ટ પર રહેલા કંડક્ટરો કેટલીક વખત ટિકીટ ફાડ્યા વિના જ સીધી રકમ પોતાના ખીસ્સામાંં મુકી દે છે. ત્યારે અહીં સવાલ એ છે કે ક્યાં સુધી AMTS ખોટ કરતી રહેશે..ક્યા સુધી જાણી જોઈને અધિકારીઓની નબળાઈ ને કારણે AMTS ખોટ ખાતી રહેશે?ક્યાં સુધી કોન્ટ્રાક્ટરો જ મલાઈ ખાતા રહેશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન