બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Mahamanthan / શું ખાનગી કોલેજના ફાયદા માટે આ બધુ થઇ રહ્યું છે? સરકાર ઉપરના આરોપનું સત્ય શું?

મહામંથન / શું ખાનગી કોલેજના ફાયદા માટે આ બધુ થઇ રહ્યું છે? સરકાર ઉપરના આરોપનું સત્ય શું?

Last Updated: 10:57 PM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કોલેજોની બગડતી હાલત છે. સરકારી કોલેજમાં બેઠકો ઘટી રહી છે. સ્થિતિ એવી છે કે સરકારી કોલેજ બંધ થવાની અણીએ છે. રાજ્યમાં અનેક સરકારી કોલેજોની હાલત ખરાબ છે. વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યાં છે.

ગુજરાતમાં અત્યારે આયખાની ચાળીસી વટાવી ચુકેલી આખી પેઢી છે કે જેને આપણે પૂછીએ કે તમે કોલેજમાં ભણતા ત્યારે કેટલી ફી હતી. આ સવાલના જવાબમાં જ્યારે એ પેઢી એવું કહે કે અમે 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયામાં કોલેજમાં ભણ્યા તો કદાચ આજની પેઢી મોં માં આંગળ નાંખી જાય. વર્ષો પહેલા જે ગુજરાતની શાન હતી તેવી સરકારી કોલેજ, ગ્રાન્ટેડ કોલેજની હાલત સતત બગડી રહી છે. વિવાદમાં એક વળાંક હમણાં જ આવ્યો જ્યારે ગુજરાત કોલેજના બિલ્ડિંગ જર્જરીત હોવાના નામ પર અનુસ્નાતક કક્ષાના આર્ટ્સ અને સાયન્સના કોર્સ બંધ કરવાનું કહેવામાં આવ્યું. ગુજરાત કોલેજના આ નિર્ણય સામે વિદ્યાર્થી સંગઠનો તો પોતાની રીતે વિરોધ કરી જ રહ્યા છે.

 • સરકારી કોલેજોની બગડતી હાલત
 • સરકારી કોલેજમાં બેઠકો ઘટી રહી છે
 • સ્થિતિ એવી છે કે સરકારી કોલેજ બંધ થવાની અણીએ છે

જો કે વાત માત્ર ગુજરાત કોલેજની નથી પરંતુ એકલા અમદાવાદમાં જ 50 વર્ષ જૂની ઘણી ગ્રાન્ટેડ કોલેજો છે જેમના તરફથી એક-બે વર્ષ પહેલા પોતાની જ કોલેજ કે પોતાની જ કોલેજમાં ચાલતા કોર્સને બંધ કરવા સામે ચાલીને સરકારને રજૂઆત કરવામાં આવી હતી. કારણ એટલું જ હતું કે સરકાર તરફથી જે ગ્રાન્ટ મળે છે તે ન હોવા બરાબર છે અને તેની સામે કોલેજોને નિભાવ ખર્ચ પોષાતો જ નથી. સામે પક્ષે ચિત્ર એવું ઉપસી રહ્યું છે કે જાણે હવે સરકાર ખાનગી કોલેજોને જ પ્રોત્સાહન આપી રહી હોય. કદાચ સરકાર સીધી રીતે સ્વીકાર ન કરે પરંતુ આંકડાઓ એ વાતની સાક્ષી પૂરે છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં બેઠક જે રીતે વધે છે તેની સામે ખાનગી કોલેજની બેઠક અનેકગણી ઝડપે વધે છે. 2024માં જ સરકારના વિધાનસભામાં કરેલા સ્વીકાર મુજબ રાજ્યમાં માત્ર 16 સરકારી ઈજનેરી કોલેજ કાર્યરત છે અને છેલ્લા 27 વર્ષથી એકપણ સરકારી મેડિકલ કોલેજ ખોલવામાં આવી નથી.

 • ગુજરાત કોલેજમાં M.A અને M.Sc.ના કોર્સ બંધ કરવામાં આવ્યા
 • તદ્દન નજીવી ફી સાથે ગુજરાત કોલેજમાં બંને કોર્સ ઉપલબ્ધ હતા
 • સરેરાશ 350 જેટલા વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ મેળવતા હતા

જે સરકારી મેડિકલ કોલેજ નામચીન થઈ ચુકી છે તે 1995 પહેલાની છે. બહુ સાદી સરળ વાત છે કે વાર્ષિક 200 કે 500 અથવા તો 1 કે 2 હજાર જેટલી ફી હોય તો વિચાર કરો કે કેટલાય સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને નજીવા ખર્ચે સારામા સારુ શિક્ષણ મળે કે જેના તેઓ હકદાર છે. એની સામે હજારો લાખો રૂપિયાની ફી વસૂલ કરતી ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓએ મજબૂરીવશ દાખલ થવું પડે એને યોગ્ય કેમ ગણવું. એક આખી પેઢી કે જે આવી જ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ભણીને ઉન્નતિના શિખરો સુધી પહોંચી એવો જ લાભ અત્યારની પેઢીને કે હવે પછીની પેઢીને કેમ ન મળે. સરકારનો ખરેખર એ જ ઈરાદો છે કે ધીમે-ધીમે સરકારી કે ગ્રાન્ટેડ કોલેજ બંધ થાય અને ખાનગી કોલેજ કે યુનિવર્સિટીઓને જ પ્રોત્સાહન મળે. શું નજીકના ભવિષ્યમાં એ દિવસ જોવો પડશે કે જ્યારે સરકારી કે ગ્રાન્ટેડ કોલેજ દીવો લઈને શોધવા જવી પડશે?

 • સરકારે ફેબ્રુઆરી 2024માં વિધાનસભામાં સ્વીકાર કર્યો
 • ગુજરાતમાં માત્ર 16 સરકારી ઈજનેરી કોલેજ કાર્યરત છે
 • ગ્રાન્ટેડ ઈજનેરી કોલેજમાં જરૂરી સ્ટાફની ભરતી થતી નથી

ગુજરાત કોલેજમાં વિવાદ શું છે?

ગુજરાત કોલેજમાં M.A અને M.Sc.ના કોર્સ બંધ કરવામાં આવ્યા છે. તદ્દન નજીવી ફી સાથે ગુજરાત કોલેજમાં બંને કોર્સ ઉપલબ્ધ હતા. સરેરાશ 350 જેટલા વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ મેળવતા હતા. ગુજરાત કોલેજે આ વર્ષથી બંને કોર્સ બંધ કર્યા છે. ગુજરાત કોલેજ તરફથી બિલ્ડિંગ જર્જરીત હોવાનું કારણ અપાયું છે. ગુજરાત કોલેજે એક મહિના પહેલા યુનિવર્સિટી સત્તાધીશોને રજૂઆત કરી હતી. એક મહિના દરમિયાન યુનિવર્સિટી તરફથી કોઈ નિર્ણય ન લેવાયો છે. હવે 350 વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં જવું પડે એવી સ્થિતિ છે.

 • સરકાર મેડિકલ ક્ષેત્રે પણ ખાનગીકરણને પ્રોત્સાહન આપે એવું ચિત્ર
 • 1995 પછી રાજ્યમાં એકપણ સરકારી મેડિકલ કોલેજ બની નથી
 • છેલ્લા બે વર્ષમાં ચાર ખાનગી મેડિકલ કોલેજને સરકારે મંજૂરી આપી

સરકારી ઈજનેરી કોલેજની સ્થિતિ શું?

સરકારે ફેબ્રુઆરી 2024માં વિધાનસભામાં સ્વીકાર કર્યો છે. ગુજરાતમાં માત્ર 16 સરકારી ઈજનેરી કોલેજ કાર્યરત છે. ગ્રાન્ટેડ ઈજનેરી કોલેજમાં જરૂરી સ્ટાફની ભરતી થતી નથી. 2022 કરતા 2023માં ઈજનેરી કોલેજમાં ખાલી પડેલી જગ્યા વધી. ઈજનેરી કોલેજમાં વર્ગ-1માં 60% જગ્યા ખાલી. ઈજનેરી કોલેજમાં વર્ગ-4માં 77% જગ્યા ખાલી છે.

 • અમદાવાદમાં જ 50 વર્ષ જૂની કોલેજો ખુદ બંધ થવાના આરે છે
 • 2022માં સાબરમતી આર્ટ્સ કોલેજે સરકારને અરજી કરી હતી
 • સાબરમતી આર્ટ્સ કોલેજ બંધ કરી દેવાય તેવી અરજી કરવામાં આવી

સરકારી મેડિકલ કોલેજની સ્થિતિ શું?

સરકાર મેડિકલ ક્ષેત્રે પણ ખાનગીકરણને પ્રોત્સાહન આપે એવું ચિત્ર છે. 1995 પછી રાજ્યમાં એકપણ સરકારી મેડિકલ કોલેજ બની નથી. છેલ્લા બે વર્ષમાં ચાર ખાનગી મેડિકલ કોલેજને સરકારે મંજૂરી આપી. સરકારી મેડિકલ કોલેજ કરતા ખાનગી મેડિકલ કોલેજમાં બેઠક વધારે છે.

 • મળતી ગ્રાન્ટ સામે નિભાવ ખર્ચ પોષાતો નહતો
 • જૂની ગ્રાન્ટેડ કોલેજ પાસે પૂરતો સ્ટાફ પણ નથી
 • સ્ટાફને આપવા માટે ગ્રાન્ટના રૂપિયા પણ નથી

ગ્રાન્ટેડ કોલેજની હાલત ખરાબ

અમદાવાદમાં જ 50 વર્ષ જૂની કોલેજો ખુદ બંધ થવાના આરે છે. 2022માં સાબરમતી આર્ટ્સ કોલેજે સરકારને અરજી કરી હતી. સાબરમતી આર્ટ્સ કોલેજ બંધ કરી દેવાય તેવી અરજી કરવામાં આવી છે. સાબરમતી કોલેજમાં 800થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. સહજાનંદ કોલેજે કેટલાક વિષય બંધ કરવા અરજી કરી હતી. એચ.કે.આર્ટસ કોલેજમાં સામાજિક વિજ્ઞાન, રાજનીતિશાસ્ત્ર ગૌણ વિષય તરીકે મુકી દેવાયા. કોલેજોનું કહેવું છે કે તેઓને માત્ર 50 હજાર જેટલી જ ગ્રાન્ટ મળતી હતી. મળતી ગ્રાન્ટ સામે નિભાવ ખર્ચ પોષાતો ન હતો. જૂની ગ્રાન્ટેડ કોલેજ પાસે પૂરતો સ્ટાફ પણ નથી. સ્ટાફને આપવા માટે ગ્રાન્ટના રૂપિયા પણ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat College Course Closures Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ