બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / is alia pregnant before marriage karan johar said this things in coffee with karan

મનોરંજન / શું આલિયા લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હતી ? કોફી વિથ કરણમાં કર્યો આલિયાએ ખુલાસો

MayurN

Last Updated: 05:14 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલિયા ભટ્ટ અને કરણ જોહરના નિવેદનોમાં આલિયા ભટ્ટ લગ્ન પહેલા ગર્ભવતી થવાના સમાચાર પર વધુ ભાર મૂક્યો છે.

  • આલિયા ભટ્ટે લગ્નના બે મહિના બાદ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી
  • લોકો તેમને પ્રેગ્નેન્સીને લઈને ચર્ચા કરી રહ્યા છે 
  • શું લગ્ન પહેલા જ આલિયા પ્રેગ્નેન્ટ હતી ?

આલિયા ભટ્ટ અને પ્રેગ્નેન્સી
આલિયા ભટ્ટે લગ્નના બે મહિના બાદ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. આ જાહેરાત પછી જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર સોનોગ્રાફી કરાવતી વખતે હોસ્પિટલમાંથી એક તસવીર શેર કરી હતી. આવી સ્થિતિમાં, તે સમયે આલિયાની સોનોગ્રાફીની તસવીરો વાયરલ થતાંની સાથે જ બધાએ તેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન કેટલાક લોકોને એ પણ યાદ આવી ગયું કે શું આલિયા લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ હતી. આનું કારણ આલિયાની સોનોગ્રાફી કરાવતી વખતે વાયરલ થયેલો ફોટો છે. કારણ કે સામાન્ય રીતે સોનોગ્રાફી ત્રણ મહિનાની પ્રેગ્નેન્સી પૂરી થયા બાદ જ થાય છે. ત્યાર બાદ આ અહેવાલો વધુ ઉગ્ર બન્યા છે. આ દરમિયાન આલિયાએ 'કોફી વિથ કરન'માં આવી વાત કહી હતી, જે બાદ લોકોનો આશંકા પણ વધુ ઘેરાવામાં આવી છે.

કરણ જોહરના ચેટ શોને મળી આ વાતનો સંકેત
કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'ની સીઝન 7માં આલિયાએ કહ્યું હતું કે કરણ જોહર તેના લગ્નના સમાચાર સાંભળીને ભાવુક થઈ ગયો હતો. આલિયાએ આ શોમાં કહ્યું- "જ્યારે હું કરણ જોહરને મારા લગ્ન વિશે જણાવવા ગઈ હતી, ત્યારે તેના વાળનો બેંડ હેયર ડે ચાલી રહ્યો હતો. તેણે ટોપી પહેરી હતી અને તે એકદમ અસ્વસ્થ હતો અને ઓફિસની ખુરશી પર બેઠો હતો. મેં તેમને બધું જ કહ્યું અને તેમને કહ્યું કે હું લગ્ન કરવા જઇ રહી છું. કરણે તે સમયે કોફીનો મગ હાથમાં પકડ્યો હતો અને રડવા લાગ્યો હતો. રડતાં રડતાં તેણે માત્ર એટલું જ કહ્યું કે હું તારા માટે ખૂબ જ ખુશ છું." ખાસ વાત એ છે કે આલિયાએ કરણ જોહરના શોમાં પણ આ બધું કહેતા સમયે આવું એક્ટ પણ કર્યું હતું.

 

કરણે આલિયાની પોલ ખોલી
કરણ જોહરનો ચેટ શો ઓન એર થયો એ પહેલાં આલિયાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી દીધી હતી. ત્યારે કરણે આલિયાના આ સમાચાર પર મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 'હું આ જાણીને રડવા લાગ્યો હતો. તે મારી ઓફિસે આવી, મને યાદ છે કે તે સમયે મારા વાળનો બેંડ હેયર ડે ચાલી રહ્યો હતો. મેં કેપ્સવાળી હૂડી પહેરી હતી. આલિયાએ મને કહ્યું ત્યારે હું ભાવુક થઇ ગયો હતો. મારા આંસુ અટક્યા નહીં. પછી હું આલિયાને ભેટી પડ્યો. મને વિશ્વાસ નહોતો આવતો કે મારા બેબીને બાળક આવવાનું છે."

 

ફેન્સ બન્ને જવાબો જોડી રહ્યા છે 
'કોફી વિથ કરન'માં આલિયાએ કહ્યું કરણ જોહરનું જે પ્રકારનું રિએક્શન આપ્યુ છે આ જ રિએક્શન કરણે આલિયાની પ્રેગ્નેન્સીની ખબર પર ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. આવી સ્થિતિમાં ચાહકો આલિયા અને કરણ બંનેના નિવેદનોને જોડીને જોઈ રહ્યા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Alia Bhatt Karan Johar Marriage Pregnancy Ranbir Kapoor coffee with karan alia bhatt
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ