બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Irrigation water of Narmada canal will not be available in North Gujarat including Mehsana

ભારે વહીવટ / નર્મદા નિગમનો પાણી મુદ્દે બેધારો નિર્ણય: જ્યાં જરૂર નથી ત્યાં પાણીની રેલમછેલ, ઉત્તર ગુજરાતમાં તાતી જરૂર ત્યાં બંધ, ખેડૂતો મુશ્કેલીમાં

Vishnu

Last Updated: 07:29 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પિયત માટે નર્મદાનું પાણી બંધ, તો અમદાવાદ જિલ્લામાં કોરી કેનાલમાં પાકની લણણીના સમયે અચાનક પાણી છોડતા ખેડૂતોના જીવ અધ્ધર

  • મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં નર્મદાનું પાણી નહીં મળે
  • આવતીકાલથી પિયત માટે પાણી બંધ કરાશે
  • ઉનાળાની શરૂઆતમાં જ પાણી બંધ કરવાનો આદેશ છૂટયો 

મહેસાણા અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં નર્મદાના સિચાઈનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ  પિયત માટે પાણી બંધ કરવાના નિર્ણયથી ખેડૂતો ચિંતિત બની ગયા છે.

બનાસકાંઠામાં કેનાલોમાં આજથી સિંચાઇ માટે પાણી બંધ
બનાસકાંઠામાં સરહદીય વિસ્તારની કેનાલોમાં સિંચાઇ માટે પાણી બંધ કરવામાં આવ્યું છે.આજથી સરહદીય કેનાલોમાં સિંચાઇનું પાણી આપવામાં આવશે નહીં.વાવ, થરાદ, સુઇગામ, ભાભરના ખેડૂતોમાં નર્મદાના કેનાલમાં સિંચાઇનું પાણી બંધ કરવાના નિર્ણયથી ખેડૂત ચિંતિત છે. વાવ-થરાદના ધારાસભ્યો સહિત ખેડૂત સંગઠનો દ્વારા રજૂઆત કરાઇ છે.કેનાલમાં સિંચાઇનું પાણી ચાલુ રાખવા માંગ કરાઇ હતી.જિલ્લામાં વાવેતર સમયે જ સિંચાઇના પાણીની તંગી સર્જાઇ શકે છે.ધરતીપુત્રોને બાજરી, જુવાર સહિતના પાકોને પાણી આપવું મુશ્કેલ બનશે. જિલ્લાના બંને મુખ્ય ડેમ તળિયા ઝાટક અને નર્મદાની કેનાલોમાં આજથી પાણી બંધ કરવામાં આવતા ઉનાળુ પાક લેવા ઈચ્છુક ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.

તૈયાર પાક ઉભો છે ત્યારે પાણી આવ્યું
તો બીજી તરફ  નર્મદાની કોરી રહેતી કેનાલમાં પાણી આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ ઘઉં લણણી કામગીરી ખેડૂતો કરી રહ્યા છે તેવા સમયે કોરી તૂટેલી કેનાલમાં નિગમ દ્વારા પાણી છોડી દેવામાં આવતા તૈયાર ઊભા પાક પર પાણી ફરી વળ્યું છે. અમદાવાદના છેવાડાના રેઠલ, દદુકા, ઉપરદળ સહિતના ગામમાં જરૂર સમયે પાણી મળે તો  1000 હજાર હેક્ટર પાક બચી શકે છે પણ તંત્ર મનફાવે તેમ નિર્ણય લઈ ક્યાંય પાણી બંધ કરી રહ્યું છે તો ક્યાંય વણજોઈતું પાણી છોડવામાં આવી રહ્યું છે. ખેડૂતો આરોપ કરી રહ્યા છે કે જ્યારે પાણી આવે ત્યારે કોઇ કામ નથી આવતું એમ જ વેડફાઇ જાય છે. સરકારે અને ખાસ કરીને નર્મદા નિગમે આ વાત ગંભીરતાથી ધ્યાને લે તેમજ ઊભા પાકની નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ