બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / irdai advisory dont buy health insurance plans from even healthcare unregistered website know more

સાવધાન / આ કંપની પાસેથી ભૂલથી પણ ન ખરીદતા Health Insurance, ડૂબી જશે પૈસા

Arohi

Last Updated: 05:33 PM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડા (IRDAI)એ નોટિસ જાહેર કરીને એક કંપની પાસેથી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી ન ખરીદવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.

  • IRDAIએ જાહેર કરી નોટિસ
  • આ કંપની પાસેથી ન ખરીદતા હેલ્થ ઈન્શ્યોરન્સ 
  • જાણો સર્કુલરમાં IRDAIએ શું કહ્યું

કોરોના મહામારી પછી બીમારીની સારવાર પર ખર્ચ વધવાથી હેલ્થ વીમા પોલિસી ખરીદનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર અગાઉ ટિયર-1 શહેરોમાં હેલ્થ ઈન્શ્યરન્સ ખરીદનારા લોકોની સંખ્યા સૌથી વધુ હતી. પરંતુ હવે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં લોકો પણ ઘણા બધા હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન લઈ રહ્યા છે.

કેટલીક કંપનીઓ હેલ્થ ઈન્શ્યોરન્સ ખોટી રીતે વેચે છે
કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન તમને સારવારમાં આર્થિક રીતે મદદ કરે છે. પરંતુ કેટલીક કંપનીઓ ખોટી રીતે પ્લાન વેચી રહી છે. જેના કારણે ભવિષ્યમાં તમારા પૈસા ડૂબી શકે છે. આવી સ્થિતિમાં ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ હેલ્થ  ઈન્શ્યોરન્સ ખરીદનાર માટે એડવાઈઝરી જારી કરી છે.

મહત્વપૂર્ણ બાબતો પર લોકો નથી આપતા ધ્યાન 
હકીકતમાં ઘણી વખત લોકો ઉતાવળમાં સ્વાસ્થ્ય વીમા પૉલિસી ખરીદે છે પરંતુ મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપતા નથી. ડિજિટલ યુગમાં ઘણા લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પોલિસી લે છે. આવી સ્થિતિમાં ઇરડા એ તપાસ કરવાની સલાહ આપે છે કે તમે જે કંપની પાસેથી પોલિસી ખરીદી રહ્યા છો તે આ માટે રેગ્યુલેટર દ્વારા અધિકૃત છે કે નહીં.

ડૂબી શકે છે તમારા પૈસા 
જો તમે એવી કંપની પાસેથી પોલિસી લો છો જે અધિકૃત નથી. તો તમારા પૈસા ડૂબી શકે છે. શક્ય છે કે તમને હેલ્થ ઈમરજન્સીમાં વીમા કવચનો લાભ પણ ન મળે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર (IRDAI) એ પોતાની વેબસાઈટ પર અનધિકૃત અને રજિસ્ટર્ડ ન હોય તેવી કંપની વિશે લોકોને ચેતવણી આપી છે.

કંપની વિશે માહિતી
IRDA દ્વારા 13 એપ્રિલ 2022ના રોજ બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે Even Healthcare Pvt Ltd એક અનઓફિશ્યલ કંપની છે. તે IRDA સાથે નોંધાયેલ નથી. જેથી તમે તેના ઑનલાઇન પ્લેટફોર્મ https://even.in પરથી સ્વાસ્થ્ય વીમો લઈને છેતરપિંડીનો શિકાર બની શકો છો. માટે તેનાથી  બચો. 

કંપનીની કોર્પોરેટ ઓફિસ બેંગ્લોરમાં 
વેબસાઈટ પર જાહેર કરાયેલા સર્ક્યુલરમાં IRDAએ લખ્યું છે કે, 'એવું ધ્યાન પર આવ્યું છે કે Even Healthcare Pvt Ltd હેલ્થ પ્લાન ઓફર કરી રહી છે. આ કંપનીની કોર્પોરેટ ઓફિસ 311, 6ઠ્ઠી મેઈન રોડ, HAL 2જી સ્ટેજ, ઈન્દિરા નગર, બેંગ્લોર, કર્ણાટક-560038 પર છે. ઇવન હેલ્થકેર દ્વારા ઓફર કરવામાં આવતી યોજનાઓ હેલ્થ ઈન્શ્યોરન્સ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Health Insurance IRDAI Guideline healthcare હેલ્થ ઈન્શ્યોરન્સ Health Insurance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ