ફેરફાર / વીમાધારકો માટે આવ્યા સારાં સમાચાર, IRDA બદલવા જઈ રહ્યું છે આ નિયમ, કરોડો લોકોને થશે ફાયદો

IRDA change to Travel Insurance policy domestic and international travel and kyc rules

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDA)એ મુસાફરી વીમા માટે માર્ગદર્શિકા સૂચવી છે. IRDAએ સોમવારે 'સ્ટાન્ડર્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પોલિસી પર માર્ગદર્શિકા જારી કરતા કહ્યું કે તેનો હેતુ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન વીમા કવરેજ પૂરું પાડવાનો છે. મુસાફરી વીમા પોલિસી હેઠળ ફ્લાઇટ ચૂકી જવી, ચેક-ઇન સામાન ખોવાઈ જવો, મુસાફરીમાં વિલંબ થવો અને પાસપોર્ટ ખોવાઈ જવો આવરી લેવામાં આવશે. મુસાફરી વીમા પોલિસી તમારી મુસાફરીની શરૂઆતથી લઈને ખતમ થવા સુધી માન્ય રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ