બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / irctc will food delivery in train with qr codes

રાહત / રેલવે નહીં પીરસી શકે ખરાબ અથવા વાસી ખાવાનું, આવી રીતે મેળવો ખાવાની સમગ્ર માહિતી

Krupa

Last Updated: 01:34 PM, 19 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે ટ્રેનોમાં યાત્રીઓને આપવામાં આવતા ખાવાના પેકેટ પર અવારનવાર ફરિયાદો આવતી રહે છે. યાત્રીઓની આ પરેશાનીને હલ કરવા માટે QR કોડની શરૂઆત કરવા જઇ રહ્યું છે. જેમાં ખાવા સંબંધિત તમામ માહિતી મળી જશે.

  • યાત્રીઓની ખાવાની પરેશાનીનો ઉકેલ લાવવા માટે રેલ મંત્રાલય નવી શરૂઆત કરવા જઇ રહ્યું છે
  • QR કોડ સ્કેન કરવાથી યાત્રીઓને ખાવાની જાણકારી મળશે

રેલ યાત્રા દરમિયાન સામાન્ય રીતે ખાવામાં મળતી ચીજોની ખરાબ અથવા વાસી હોવાની ફરિયાદો સામે આવતી રહે છે. યાત્રીઓની આ પરેશાનીનો ઉકેલ લાવવા માટે રેલ મંત્રાલય નવી શરૂઆથ કરવા જઇ રહ્યું છે. રેલવે ટ્રેનોમાં યાત્રીઓને આપવામાં આવતા ખાવાના પેકેટ પર એના સંબંધિત જરૂરી જાણકારી માટે ક્યૂઆર કોડ (QR Code) જરૂરી હશે. એના માટે IRCTC નિયમ તૈયાર કરી રહ્યું છે. આ નવી સિસ્ટમને ફેઝ વાઇસ રીતથી લાગૂ કરવામાં આવશે. 

રેલવેના ખાવાના ઉપર QR Code જરૂરી
QR Code ને સ્કેન કરવાથી યાત્રીઓને ખાવાની જાણકારી મળશે. આ કોડને સ્કેન કરવા પર ખાવાની સાચી કિંમત, પેકિંગ ક્યારે અને ક્યાં થયું હતું અને કેટલા વાગે થયું આ પ્રકારની ઘણી વાતો જાણી શકશો. 

આ પહેલા રેલવેએ ખાવાની ગુણવત્તા અને એને બનાવનાર રસોઇઓ પર નજર રાખવા માટે યાત્રીઓને IRCTC ની વેબસાઇટ પર હવે ખાવાનો ઓર્ડર કરતા પહેલા કિચનમાં બની રહેલા ખાવાનું જોવાની સુવિધા ઉપલબ્ધ કરી હતી. 

શું હોય છે QR Code?

  • QR Codeનો ઉપયોગ સૌથી પહેલા જાપાનની કંપનીએ કર્યો હતો. 
  • એમાં QR નો મતલબ ક્વિક રિસ્પોન્સ હોય છે. આ કોડને ઝડપથી રીડ કરવા માટે બનાવવામાં આવ્યો છે. 
  • આ બારકોડનું અપગ્રેડ વર્ઝન છે. બારકોડના ફાટવાની પરેશાનીના કારણે QR Code બનાવવામાં આવ્યો છે.
  • QR Codeને ખાસ પ્રકારની જાણકારીને સાંકેતિક શબ્દોમાં બદલવા માટે પ્રયોગ કરવામાં આવે છે. 
     

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Indian Railway business qr code આઇઆરસીટીસી ઇન્ડિયન રેલવે Relief
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ