બ્રેકિંગ ન્યુઝ
VTV / irctc-toursim-offers-7-day-tour-to-coorg-ooty-mysore
vtvAdmin
Last Updated: 03:57 PM, 8 May 2019
ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) બેંગલુરુ, ઉટી, મૈસૂર અને કૂર્ગના પ્રવાસ માટે 6 રાત અને 7 દિવસનુ પેકેજ લઇને આવ્યુ છે. આ ટૂર પેકેજની ખરી મજા ત્યારે આવશે જો તમારું ગ્રુપ 3 લોકોનુ હશે. આ પેકેજ અંતર્ગત તમને આ તમામ શહેરોનો પ્રવાસ કરવા મળશે. ત્રણ જણાના ગ્રુપમાં હશો તો IRCTCનું આ પેકેજ તમને 31,900 રૂપિયા પડશે.
ADVERTISEMENT
IRCTC ટુરિઝમની વેબસાઈટ irctctourism.com અનુસાર, 4 શાનદાર સ્થળો પર ફરવાની શરૂઆત લખનૌથી થશે. માહિતી મુજબ, પ્રવાસીઓ આ ટ્રીપ દરમિયાન ઈન્ડિગો એરલાઈનમાં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી શકશે. જો તમે એકલા આ ટૂર પર જવા માગો છો 43300 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 2 લોકો આ પેકેજ 33700 રૂપિયામાં મળશે.
ADVERTISEMENT
IRCTC ટુરિઝમની વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ, આ પેકેજમાં પ્રવાસીઓને હવાઇ ટિકિટ, થ્રી સ્ટાર હોટલમાં 6 દિવસ સુધી રહેવાની અને ભોજનની સુવિધા આપવામાં પડશે. પેકેજમાં પ્રવાસીઓનો ટ્રાવેલ વીમો પણ મળશે. જો કે, વ્યક્તિગત જરૂરિયાતની વસ્તુ જેવી કે કપડા ધોવા, હોટલ સ્ટાફને ટિપ આપવી, મિનરલ વોટર અને અને હોટલમાં રૂમ સર્વિસની ફેસિલિટી આ પેકેજમાં નથી. જો પ્રવાસીઓ પેકેજમાં દર્શાવેલા સ્થળો કરતાં વધુ જગ્યા જોવા માગતા હોય તો તેનો ખર્ચ જાતે જ ભોગવવો પડશે જે પેકેજમાં શામેલ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.