માત્ર 15000 રૂપિયામાં IRCTC કરાવશે 10 તીર્થ સ્થળોની સફર

By : juhiparikh 05:07 PM, 12 July 2018 | Updated : 05:11 PM, 12 July 2018
જો તમે પણ તમારા માતા-પિતાને તીર્થ યાત્રા કરાવવા ઇચ્છો છો અથવા તો પોતે પણ મંદિરો અને તીર્થ સ્થળો પર દર્શન કરવા ઇચ્છો છો પરંતુ બજેટનો પ્રોબ્લેમ છે તો IRCTC તમારા માટે એક શાનદાર પેકેજ લઇને આવ્યું છે. IRCTCના શ્રી રામાયણ એક્સપ્રેસ નામના એક સ્પેશ્યલ પેકેજની મદદથી માત્ર 15000 રૂપિયામાં પ્રતિ વ્યકિતના ખર્ચ પર તમને 15 દિવસમાં દેશભરના 10 તીર્થ સ્થળોના દર્શન કરી શકો છો.

15000 રૂપિયામાં 15 દિવસની તીર્થ યાત્રા:

આ ટૂરની શરૂઆત 14 નવેમ્બર 2018ને દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી થશે જે 15 દિવસો પછી 29 નવેમ્બર 2018ના પરત દિલ્હી આવીને પૂરી થશે, જેમાં દેશભરમાં રામાયણથી જોડાયેલા તીર્થ સ્થળોના દર્શન કરાવવામાં આવશે. આ ટૂર પેકેજમાં ટ્રેનમાં સ્લીપર ક્લાસમાં સફર, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, ધર્મશાળામાં રોકાવવાનું અને ફરવાનું માત્ર 15000 રૂપિયા પ્રતિ વ્યકિતના ખર્ચમાં આવી જશે.

10 પ્રસિદ્ઘ તીર્થ સ્થળોની સફર:

દિલ્હીથી શરૂ થયેલી શ્રી રામાયલ એક્સપ્રેસ સૌથી પહેલા યૂપીના અયોધ્યામાં જશે, પછી અયોધ્યાથી નંદીગ્રામ, ત્યાંથી બિહારના સીતામઠી અને જનકપુર, પછી વારાણસી, ઇલાહાબાદ થઇ ચિત્રકુટ, નાસિક, હમ્પી, રામેશ્વરમ થઇ દિલ્હી પરત આવશે. ટ્રેનથી યાત્રા કરનારા શ્રદ્ઘાળુઓ આ પ્રસિદ્ઘ તીર્થ સ્થળોમાં રહેલા મંદિરોની સફર કરાવવામાં આવશે.

37000માં કરો શ્રીલંકાની સફર:

આ સિવાય તમે ઇચ્છો તો થોડા રૂપિયા વધારે ખર્ચીને શ્રીલંકાનો પ્રવાસ કરી શકો છો. IRCTCએ આ ટૂર પેકેજના એક્સટેંશન તરીકે શ્રીલંકાની મુસાફરી પણ કરાવવામાં આવશે .આ પેકેજનું નામ શ્રી રામાયણ યાત્રા ફ્લાઇટ રાખવામાં આવ્યુ છે. 36,970 રૂપિયા પ્રતિ વ્યકિતના ખર્ચ પર તમે શ્રીલંકાના 3 જગ્યાએ કોલંબો, નુવારા ઇલિયા અને કેંડીની સફર કરી શકો છો, જેમાં ફ્લાઇટનો ખર્ચ પણ શામેલ હશે. ચેન્નાઇથી કોલંબોની ફ્લાઇટ અને પરત કોલંબોથી દિલ્હીની ફ્લાઇટ હશે. ઈ સિવાય હોટલમાં રોકાવવાનું અને હરવા-ફરવાનું આટલા રૂપિયામાં થઇ જશે.Recent Story

Popular Story