બ્રેકિંગ ન્યુઝ
VTV / પ્રવાસ / IRCTC Tour Package to go to ujjain then book this tour package from irctc named spiritual madhya pradesh
Arohi
Last Updated: 01:26 PM, 20 October 2021
ADVERTISEMENT
સેન્ટ્રલ ઈન્ડિયામાં આવેલું મધ્ય પ્રદેશ એક એવી જગ્યા છે કે જ્યાં હંમેશાથી ટૂરિસ્ટ્સને આકર્ષિત કર્યા છે. પછી જો તે ઈજ્જૈન હોય કે ઈંગોર હોય કે ભોપાલની ઝીલો હોય. આ બધી જગ્યાઓ પર્યટકોને અહીં આવવા માટે આકર્ષે છે. જો તમે પણ આ રજાઓમાં સેન્ટ્રલ ઈન્ડિયામાં વસેલા મધ્ય પ્રદેશના પ્રવાસે જવા માંગો છો તો આઈઆરસીટીસી માટે આ પેકેજનો લાભ ઉઠાવી શકો છો.
આઈઆરસીટીસીએ સ્પિરિચ્યુઅલ મધ્યપ્રદેશના નામથી એક ટૂર પેકેજ બહાર પાડ્યું છે. તમે પણ એમપી પ્રવાસે જવા માંગો છો તો આ પેકેજનો લાભ ઉઠાવી શકો છો. જાણો ડિટેલ્સ.
ADVERTISEMENT
અહીંથી થશે શરૂઆત
ટૂરની શરૂઆત પુણે રેલવે સ્ટેશનથી બપોરે 3.30 વાગ્યે થશે. બીજા દિવસે યાત્રી સવારના સમયે ઈન્દૌર પહોંચશે. અહીં હોટલમાં ચેક-ઈન કર્યા બાદ હિંડોલા મહેલ, જહાજ મહેલ, માંડૂ કિલા જેવી જગ્યાઓ પર પર્યટકોને લઈ જવામાં આવશે. બીજા દિવસે તેમને મહેશ્વર અને ઓમકારેશ્વર મંદિરના દર્શન કરાવવામાં આવશે.
બીજા દિવસે ઉજ્જૈનના ટુઅર થશે અને અહીંના મુખ્ય મંદિરોના દર્શન કરાવવામાં આવશે. ઉજ્જૈન અથવા ઈંદૌરમાં રાત પસાર કર્યા બાદ યાત્રીઓને બીજા દિવસે પુણે લઈ જવામાં આવશે.
ટૂર ડિટેલ્સ
આ પેકેજ પાંચ રાત અને છ દિવસનો છે. તેમાં પુણે-માંડુ-ઉજ્જૈન-ઈંદૌર-પુણે આ રીતે યાત્રા પૂર્ણ થશે. આ પેકેજ માટે દર ગુરુવારે અને સોમવારે ટ્રેન પકડી શકાશે. ટ્રેન નંબર વગેરેની જાણકારી આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટથી લેઈ શકશો. બુકિંગ પણ ત્યાંથી જ કરવામાં આવે છે.
આ પેકેજ તમને રેલવે 8,190 રૂપિયામાં આપી રહ્યું છે. પરંતુ તેમાં તમારે બે લોકો સાથે શેરિંગ કરવાની રહેશે. જો તમે કંફર્ટ ઈચ્છો છો અને એકલા રહેવા માંગો છો તો તમારે 18,590 રૂપિયા આપવાના રહેશે. તમે ડબલ ઓકુપેસીમાં રહેવા માંગો છો તો તમારે 8,490 રૂપિયા આપવાના રહેશે.
જો તમે એકલા જઈ રહ્યા છો. પાંચથી 11 વર્ષના બાળક છો તો તમારા માટે 7,690 રૂપિયા થશે જેમાં હોટલના બેડ શામેલ છે. આ સ્ટેડર્ડ પેકેડની પ્રાઈસ છે.
આ રીતે જો તમે કંફર્ટ પેકેજ ઈચ્છો છો તો અમુક હજાર રૂપિયા વધારે વધી જશે. વધુ વિસ્તારથી માહિતી મેળવવા માટે આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ જઈ શકો છો. વેબસાઈટની ડાયરેક્ટ લિંક ખોલવા માટે અહીં ક્લિક કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.