IRCTC Tour Package Kashi Vishwanath to Pashupatinath fare can be paid with EMI
તમારા કામનું /
કાશી વિશ્વનાથથી લઈને પશુપતિનાથના દર્શન માટે IRCTCનું ગજબનું પેકેજ, EMIથી ભરી શકાશે ભાડું, જાણો તમામ વિગત
Team VTV09:17 PM, 17 Mar 23
| Updated: 09:27 PM, 17 Mar 23
IRCTCએ 10 દિવસના શાનદાર ટૂર પેકેજની જાહેરાત કરી. યાત્રા દરમિયાન 10 દિવસમાં ચાર મહત્ત્વપૂર્ણ તીર્થ સ્થળ અને હેરિટેજ સ્થળની યાત્રા કરાવવામાં આવશે.
IRCTCએ ધાર્મિક અને પર્યટન સ્થળનું ટૂર પેકેજ લોન્ચ કર્યું.
10 દિવસમાં ચાર મહત્ત્વપૂર્ણ તીર્થ સ્થળના કરો દર્શન.
‘ભારત નેપાળ આસ્થા યાત્રા ટૂરિસ્ટ ટ્રેન’ દ્વારા પણ ટૂર પેકેજ જાહેર.
IRCTC દેશના અલગ અલગ ભાગમાં ધાર્મિક અને પર્યટન સ્થળનું ટૂર પેકેજ લોન્ચ કરી રહ્યું છે. બીજી તરફ ‘ભારત નેપાળ આસ્થા યાત્રા ટૂરિસ્ટ ટ્રેન’ દ્વારા ભારતમાં અયોધ્યા વારાણસી, પ્રયાગરાજ અને નેપાળમાં પશુપતિનાથ (કાઠમંડૂ)ના દર્શન અને ભ્રમણ માટે 10 દિવસનું શાનદાર ટૂર પેકેજ લોન્ચ કરી રહ્યું છે. આ યાત્રા દરમિયાન 10 દિવસમાં ચાર મહત્ત્વપૂર્ણ તીર્થ સ્થળ અને હેરિટેજ સ્થળની યાત્રા કરાવવામાં આવશે.
ટૂર પેકેજની ડિટેઈલ્સ
31 માર્ચ 2023થી 9 એપ્રિલ 2023 સુધી આ ટૂર પેકેજનું આયોજન કરવામાં આવ્યું છે. જલંધર શહેરથી આ યાત્રાની શરૂઆત થશે. ટ્રેનમાં ચઢવા અને ઉતરવા માટેના સ્થળ તરીકે લુધિયાણા, ચંદીગઢ, અંબાલા, કુરુક્ષેત્ર, પાનીપક, દિલ્હી સફદરજંગ, ગાજિયાબાદ, અલીગઢ, ટૂંડલા, ઈટાવા અને કાનપુર નક્કી કરવામાં આવ્યા છે.
આ પેકેજમાં પર્યટકોને ટ્રેન યાત્રા અને ત્રણ સમય જમવાનું તથા નોન-એસી બસની સુવિધા આપવામાં આવશે.
સુપિરિયર શ્રેણી
પ્રતિ વ્યક્તિ રૂ.41,090 ભાડું, બેથી ત્રણ વ્યક્તિ એકસાથે હશે તો પ્રતિ વ્યક્તિ આ પેકેજનું ભાડું રૂ.31,610 છે. ડબલ/ત્રિપલ શેર પર એસી બજેટ હોટેલમાં રહેવા દેવામાં આવશે. નોન એસી હોટેલના રૂમમાં ક્વાડ શેર પર વોશ એન ચેંજની સુવિધા આપવામાં આવશે.
સ્ટાન્ડર્ડ શ્રેણી
પ્રતિ વ્યક્તિ રૂ. 31,610 ભાડું, બેથી ત્રણ વ્યક્તિ એકસાથે હશે તો પ્રતિ વ્યક્તિ આ પેકેજનું ભાડું રૂ.27,815 છે. ડબલ/ત્રિપલ શેર પર એસી બજેટ નોન એસી હોટેલમાં રહેવા દેવામાં આવશે. નોન એસી હોટેલના રૂમમાં મલ્ટી શેર પર વોશ એન ચેંજની સુવિધા આપવામાં આવશે.
EMIથી બુકિંગ કરાવી શકાશે
IRCTCના ઉત્તરી ક્ષેત્રના મુખ્ય ક્ષેત્રીય પ્રબંધક અજીત કુમાર સિન્હા જણાવે છે કે, તેમાં LTC તથા EMIની સુવિધા આપવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ કરવામાં આવશે. લખનઉમાં પર્યટન ભવન, ગોમતી નગર સ્થિત IRCTC ઓફિસ તથા IRCTCની વેબસાઈટ www.irctctourism.com પરથી ઓનલાઈન બુકિંગ કરાવી શકાય છે. વધુ જાણકારી મેળવવા માટે અહીંયા જણાવે મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો.