બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / રામેશ્વરમથી લઇને..., IRCTC લાવ્યું 5 રાત અને 6 દિવસનું દક્ષિણ ભારતનું શાનદાર પેકેજ, એ પણ સબસિડી સાથે!
Last Updated: 05:35 PM, 11 October 2024
IRCTC મુસાફરો માટે અનેક ટૂર પેકેજ ઓફર કરતી રહે છે અને આ પેકેજો દ્વારા પ્રવાસીઓ સસ્તામાં અને સગવડતા સાથે અનેક સ્થળોની મુલાકાત લઈ શકે છે. એવામાં હવે IRCTCએ પ્રવાસીઓ માટે દક્ષિણ ભારત માટે એક ટુર શરૂ કર્યું છે.
ADVERTISEMENT
From the gentle waves embracing Vivekananda Rock to the stunning details of Meenakshi Temple, embark with us on an exploration of India's spiritual marvels.
— IRCTC Bharat Gaurav Tourist Train (@IR_BharatGaurav) October 11, 2024
Book IRCTC's all inclusive tour today!https://t.co/STVChR2bBG@tntourismoffcl @KeralaTourism @tourismgoi @RailMinIndia pic.twitter.com/Ghfy1kWpgU
જો તમે હજુ સુધી સાઉથ ભારતની મુલાકાત નથી લીધી તો તમે આ ટુર દ્વારા તેલંગાણાથી કર્ણાટક સુધી સાઉથની સફર કરી શકો છો. IRCTCના આ નવા ટુર પેકેજનું નામ દક્ષિણ દર્શન યાત્રા છે. આ એક ટ્રેન ટૂર પેકેજ છે, જેમાં તમે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનમાં મુસાફરી કરશો. આ પેકેજમાં, તમે દક્ષિણ ભારતમાં 5 રાત અને 6 દિવસ ફરી શકો છો.
ADVERTISEMENT
સાથે જ આ ટુર પેકેજમાં તમને કન્યાકુમારી, તિરુવનંતપુરમ, રામેશ્વરમ, મદુરાઈ જવાનો મોકો મળશે અને 5 રાત અને 6 દિવસની મુસાફરી 25 ઓક્ટોબરથી શરૂ થશે. જે લોકો આ ટુરમાં જવા માંગે છે એમને 15 હજાર રૂપિયાનો ખર્ચ કરવા પડશે.
IRCTCના આ ટૂર પેકેજ વિશે વધુ જાણવા માટે, તમે તેમની સત્તાવાર વેબસાઇટ www.irctc.co.in પરથી માહિતી મેળવી શકો છો. વેબસાઇટ ઉપરાંત, તમે 9003140710 અને 8595931290 નંબર પર પણ સંપર્ક કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વર્લ્ડ ડાયાબિટીસ ડે / ડાયાબિટીસના દર્દી બની ગયા છો ખબર કેવી રીતે પડે?, સવાર અને રાતના આ લક્ષણો ન અવગણો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.