બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / પ્રવાસ / irctc tour jagannath rath yatra package starting 18 115 rupees

ટ્રાવેલ / ભગવાન જગન્નાથ પુરીની રથયાત્રા માટે IRCTC લઈને આવ્યું શાનદાર ટૂર પેકેજ, ફ્લાઈટ ટ્રાવેલની પણ મળશે સુવિધા

Arohi

Last Updated: 04:10 PM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે રથયાત્રા 1લી જુલાઈ 2022થી આયોજિત થવા જઈ રહી છે. જો તમે પણ આ રથયાત્રામાં જોડાવા ઈચ્છો છો, તો તમે IRCTCના ભગવાન જગન્નાથ રથયાત્રા ટૂર પેકેજનો લાભ લઈ શકો છો.

  • 1લી જુલાઈએ છે રથયાત્રા 
  • IRCTC લઈને આવ્યુ શાનદાર પેકેજ 
  • રથયાત્રામાં શામેલ થવાનો મોકો 

જગન્નાથ પુરી હિંદુ ધર્મના સૌથી પ્રસિદ્ધ અને ધાર્મિક સ્થળોમાંનું એક છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. દર વર્ષે જુલાઈ મહિનામાં ભગવાન જગન્નાથની વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથને ખેંચવા માટે દર વર્ષે દેશ અને દુનિયામાંથી લાખો ભક્તો પુરીમાં આવે છે.

લાખો ભક્તો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમનું ધામ છોડીને તેમની માસીના ઘરે જાય છે.

1લી જુલાઈએ છે રથયાત્રા
આ વર્ષે આ રથયાત્રા 1લી જુલાઈ 2022થી આયોજિત થવા જઈ રહી છે. જો તમે પણ આ રથયાત્રામાં જોડાવા ઈચ્છો છો. તો તમે IRCTCના ભગવાન જગન્નાથ રથયાત્રા ટૂર પેકેજનો લાભ લઈ શકો છો. આ ટૂર પેકેજ હૈદરાબાદથી શરૂ થશે. આ પછી તમે પુરીમાં આ રથયાત્રામાં ભાગ લઈ શકશો. તો ચાલો અમે તમને ઓડિશા-જગન્નાથ રથયાત્રા કાર ફેસ્ટિવલ સ્પેશિયલ પેકેજ વિશેની તમામ વિગતો જણાવીએ-

પેકેજ ડિટેલ્સ-

  • પેકેજનું નામ-Odisha-Jagannath Rath Yatra Car Festival Special Package
  • મુસાફરીના દિવસો - 2 રાત અને 3 દિવસ
  • ડેસ્ટિનેશન-હૈદરાબાદ-ભુવનેશ્વર-પુરી-કોણાર્ક
  • બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની સુવિધા

પેકેજમાં મળશે આ સુવિધાઓ

  • ફ્લાઈટમાં મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ થશે.
  • હોટેલમાં રાતોરાત રહેવાની સુવિધા હશે.
  • તમને એસી બસ અને કેબ દ્વારા દરેક જગ્યાએ મુસાફરી કરવાની સુવિધા મળશે.
  • મુસાફરીમાં ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો લાભ મળશે.

આટલી ફી ચૂકવવી પડશે

  • જો તમે આ ટ્રિપ પર એકલા મુસાફરી કરો છો, તો તમારે 28,555 રૂપિયા ચૂકવવા પડશે.
  • ત્યાંજ બે લોકોએ પ્રતિ વ્યક્તિ 20,525 રૂપિયા ફી ચૂકવવી પડશે.
  • ત્રણ લોકોએ 18,115 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે.
  • બાળકો માટે તમારે અલગ ફી ચૂકવવી પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Tour Package jagannath rath yatra package જગન્નાથ યાત્રા જગન્નાથ યાત્રા પુરી IRCTC Tour Package
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ