IRCTCએ પોતાના પેમેન્ટ ગેટવે iPayમાં ઓટો પે સુવિધા શરૂ કરી છે જેમાં ટિકિટ કેન્સલ કરતા રિફંડ મળે છે.
IRCTCએ શરૂ કરી નવી સેવા
iPayની સુવિધા કરી શરૂ
ટિકિટ કેન્સલ કરતાં રિફંડ ખાતામાં મળશે
તમારી ટ્રેનની ટિકિટ કેન્સલ કર્યા બાદ હવે લાંબા સમય સુધી રિફંડ માટે રાહ જોવી પડશે નહીં કેમકે IRCTCએ નવી સુવિધા શરૂ કરી છે. iPayમાં ઓટો પે સુવિધાની મદદથી તમે ટિકિટ કે્સલ કરો છો તે તમને રિફંડ ખાતામાં મળી રહે છે.
ફોટો સાભાર- ANI
ટિકિટ કેન્સલ કરતાં જ IRCTC તરત જ આપશે રિફંડ
IRCTCની આ પહેલને ટ્રેન ટિકિટના ઈતિહાસમાં એક મોટું રિફોર્મ માનવામાં આવી શકે છે કેમ કે જે પણ યાત્રી ટિકિટ કેન્સલ કરે છે તેમને રૂપિયા થોડા દિવસો પછી પાછા મળતા હતા. પણ હવે એવું નહીં થાય. IRCTCની આઈપેની મદદથી ઓટો પેની સુવિધાના કારણે ટિકિટ જલ્દી બુક પણ થશે અને સાથે પેમેન્ટ પણ જલ્દી કરી શકાશે. કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા પણ વધી જશે. આ સાથે તમારો સમય પણ બચી જશે.
ફોટો સાભાર- ANI
IRCTC- iPayનો કેવી રીતે કરશે ઉપયોગ
જો તમે ઈચ્છો છો કે તમારી ટિકિટ કેન્સલ કરો છો અને તરત જ તમને રિફંજ મળે તો આ સુવિધામાં તમે પોતાને UPI બેંક ખાતા કે પેમેન્ટની સાથે અન્ય સાધનોથી ડેબિટ કરીને ફક્ત એક વાર પરમિશન આપો. પછી તે પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ આગળના ટ્રાન્ઝેક્શન માટે ઓથોરાઈઝ્ડ રહેશે. જ્યારે પણ તમે ટિકિટ કેન્સલ કરો છો તો તરત જ રિફંડ તમારા ખાતામાં ડેબિટ થઈ જશે.
અત્યાર સુધી રિફંડમાં આ કારણે થતું હતું મોડું
અત્યાર સુધી યાત્રીઓ ટિકિટ બુક કરતા અને તેમને કન્ફર્મ ટિકિટ મળતી ન હતી. આ કારણે ટિકિટ કેન્સલ કરાતી તો રિફંડના રુપિયા મળવામાં સમય લાગતો. આ સમયે IRCTC બેંકના ગેટ વેનો ઉપયોગ કરતું હતું તેના કારણે પેમેન્ટમાં સમય લાગી રહ્યો હતો. હવે IRCTCએ પોતાની વેબસાઈટને અપગ્રેડ કરી છે અને સાથે પોતાનું પેમેન્ટ ગેટવે IRCTC- iPay શરૂ કર્યું છે જે લાઈવ થઈ ચૂક્યું છે.
ફોટો સાભાર- ANI
તત્કાલ ટિકિટ બુકિંગ બનશે સરળ
IRCTC- iPayથી ટિકિટ બુકિંગમાં પેમેન્ટ પણ ઝડપથી ખઈ શકશે. જે લાખો યાત્રીઓ રોજ તત્કાલ ટિકિટ બુક કરે છે તેમને સુવિધા મળશે અને તેમનું કામ અટકશે નહીં. તેનાથી કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતાઓ પણ વધી જશે.
આત્મનિર્ભર ભારત વિઝનના આધારે શરૂઆત
IRCTCનું કહેવું છે કે પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનના આધારે યૂઝર ઈન્ટરફેસને અપગ્રેડ કરાયું છે. ત્યારે આ ઈન્ટરનેટ ટિકિટિંગ એશિયા પેસિફિકની સૌથી મોટી ઈ કોર્મર્સ વેબસાઈટમાંની એક બની છે. ભારતીય રેલવે કુલ રિઝર્વ ટિકિટનો 83 ટકા IRCTC પર બુક થાય છે. માટે તેમાં સુધારો કરીને તેને સરળ બનાવાયું છે.