બ્રેકિંગ ન્યુઝ
VTV / irctc tejas offers complumentary travel isnurance for the rail passengers
Mehul
Last Updated: 04:45 PM, 1 October 2019
ADVERTISEMENT
તેજસ એક્સપ્રેસ ખાનગી કંપની દ્વારા સંચાલિત પહેલી ટ્રેન છે. રેલવે બોર્ડ અન્ય માર્ગો પર પણ આ પ્રકારે ટ્રેન ચલાવવા પર વિચાર કરી રહી છે. તેજસ ટ્રેનની જાળવણી ઇન્ડિયન કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની જવાબદારી છે. તેજસમાં યાત્રાળુને પ્રીમિયમ સેવાઓ અને સુવિધાઓ આપવામાં આવશે.
ADVERTISEMENT
આ ટ્રેન નવી દિલ્હીથી સાંજે 3.35 વાગ્યે ઉપડશે, જે એ જ દિવસે 10.05 વાગ્યે રાત્રે લખનઉ પહોંચશે. આ ટ્રેન સપ્તાહમાં છ દિવસ ચલાવવામાં આવશે. 82502/82501 તેજસ એક્સપ્રેસ મંગળવારે છોડીને સપ્તાહમાં છ દિવસ નવી દિલ્હી અને લખનઉ વચ્ચે દોડશે. આ ટ્રેનની શરૂઆત 4 ઓક્ટોબર થઇ રહી છે.
આ છે ટ્રેનની ખાસિયત
ટ્રેનમાં વિમાનની જેમ વ્યક્તિગત એલસીડી એન્ટરટેનમેન્ટ કમ ઇન્ફોર્મેશન સ્ક્રીન, ઓન બોર્ડ વાઇ-ફાઇ સેવા, આરામદાયક સીટ, મોબાઇલ ચાર્જિંગ, વ્યક્તિગત રીડિંગ લાઇટ્સ, મોડ્યૂલર બાયો-ટોયલેટ અને સેન્સર ટેપ ફિટિંગની સુવિધાઓ હશે.
લખનઉ-દિલ્હી માર્ગ પર હાલ સ્વર્ણ શતાબ્દી સહિત 53 ટ્રેન સંચાલિત છે. પ્રદેશની રાજધાની લઅનઉમાં જોકે રાજધાનીની સેવા ઉપલબ્ધ નથી. લખનઉ-દિલ્હી તેજસ એક્સપ્રેસ બાદ જલ્દી જ અમદાવાદથી મુંબઇ માટે ચાલનારી તેજસ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી શકે છે. તેમા કુલ 758 યાત્રાળુ મુસાફરી કરી શકે છે. આ ટ્રેનમાં એક એક્જિક્યૂટિવ ક્લાસ વાતાનુકૂલિત ચેયર કાર હશે, જેમા 56 બેઠક હશે અને 9 વાતાનુકૂલિત ચેયર કાર હશે જેમા પ્રત્યેકમાં 78 બેઠક હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.