બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 12:43 PM, 3 September 2019
કંઈક આ પ્રકારનું છે ટૂરનું પેકેજ
ADVERTISEMENT
6 સપ્ટેમ્બર શુક્રવારે અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર 19223 એડીઆઈ જેટ એક્સપ્રેસ 11.20 કલાકે ઉપડશે. આખી રાત ટ્રેનમાં જર્ની. બીજા દિવસે 19.35 કલાકે જમ્મુ પહોંચાડશે, અને ત્યાંથી કટરાની હોટેલમા ચેકઈન કરવાનું રહેશે ત્યારબાદ ડિનર અને આખી રાત કટરામાં રહેવાનું.
ADVERTISEMENT
ત્રીજા દિવસે કટરા વૈષ્ણોદેવીઃ સવારે બ્રેકફાસ્ટ કર્યા બાદ માતા વૈષ્ણોદેવીના દર્શન માટે રવાના. સાંજે હોટેલ પરત ફર્યા બાદ ડિનર અને આખી રાત કટરામાં રોકાવાનું.ચોથા દિવસે બ્રેકફાસ્ટ કર્યા બાદ કટરાથી શિવખોરીની મુલાકાતે જે ભાગવાન શિવની ગુફા છે. આખી રાત જમ્મુમાં રોકાવાનું.
પાંચમાં દિવસે સવારે નાસ્તો કર્યા બાદ જમ્મુ રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર 19224 એડીઆઈ જેટ એક્સપ્રેસ 10.25 કલાકે ઉપડશે. આખી રાત ટ્રેનમાં જર્ની. અને છઠ્ઠા દિવસે 15.00 કલાકે અમદાવાદમાં આગમન અને ટૂરનો અંત.
ભાડું
ટૂર પેકેજનું ભાડું એક વ્યક્ત દીઠ રૂ. 15,655 છે, જ્યારે ડબલ શેરિંગ ભાડું 10, 740 રૂપિયા છે. ટ્રિપલ શેરિંગનું ભાડું 10, 210 રૂપિયા છે. અને જો તમારી સાથે બાળક હોય તો તેનું ભાડું 8,420 રૂપિયા છે.
બુકિંગ
આ ટૂર પેકેજને ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. તેમજ વધુ માહિતી માટે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈને પણ બુક કરાવી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.