લોન્ચ / IRCTCની નવી વેબસાઈટ આજે થશે લોન્ચ, સેકન્ડોમાં બુક થશે તમારી ટિકિટ, મળશે આ નવા ફીચર્સ

irctc new website with new features launch today 31 december 2020 irctc ticket booking

IRCTCની વેબસાઇટ પર રોજના લાખો લોકો ટિકિટ બુક કરે છે, એવામાં ઘણી વખત આ ઈ-ટિકિટ વેબસાઇટ હેન્ગ થઈ જાય છે અથવા સ્લો થઈ જાય છે. જેના કારણે અનેક વાર ટિકિટ બુક થતાં-થતાં રહી જાય છે. પરંતુ ભારતીય રેલ્વે IRCTC ઈ-ટિકિટ વેબસાઇટ અને એપ બંનેને અપગ્રેડ કરવા જઈ રહી છે. રેલ્વે મંત્રી પીયૂષ ગોયલ આ નવી વેબસાઇટને આજે લૉન્ચ કરવાના છે. નવી વેબસાઇટમાં ટિકિટ બુકિંગના વધુ ફ્રેન્ડલી ફીચર્સ જોવા મળશે, જેનાથી મુસાફરીને સુવિધા રહેશે. અનેક પ્રકારના ફેરફારોની સાથે બુકિંગ પણ ઘણું ઝડપથી થશે.

બ્રેકિંગ ન્યૂઝ