બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / irctc is offering a cheap goa tour package

તમારા કામનું / હવે તો ગોવા જવાનો પ્લાન બનાવી જ નાંખો! ભારતીય રેલ આપી રહી છે સ્પેશિયલ ઓફર, જાણો ડિટેલ્સ

Jaydeep Shah

Last Updated: 02:28 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRCTC ગોવા માટે એક સારું તથા સસ્તું પેકેજ ઓફર કરે છે. જાણો આ પેકેજ વિષે તથા કેવી રીતે બુકિંગ કરાવવું

  • IRCTC ઓફર કરે છે ગોવા ટૂર માટે પેકેજ 
  • શું છે આ પેકેજ?
  • કેવી રીતે કરાવવું બુકિંગ 

​​​​​​​IRCTC ઓફર કરે છે ગોવા ટૂર માટે પેકેજ ​​​​​​​

IRCTC Package: આઝાદી કા અમૃત મહોત્સવનાં હેઠળ ઇન્ડિયન રેલવે કેટરિંગ એંડ ટુરીઝમ કોર્પોરેશને ગોવા માટે વિશેષ પેકેજ શરુ કર્યું છે. આ પેકેજનું નામ "GLORIOUS GOA EX MUMBAI" છે. આ પેકેજ 3 રાત તથા 4 દિવસનું છે. તમે આ પેકેજનો લાભ દર અઠવાડિયે શુક્રવારથી સોમવાર વચ્ચે ઉઠાવી શકો છો. 

શું છે આ પેકેજ?
IRCTC આ ગ્લોરિયસ ગોવા ટૂર પેકેજનાં માધ્યમથી ગોવાના સૌથી અફોર્ડેબલ તથા સૌથી વધારે આકર્ષક સ્થળો કવર કરી રહ્યું છે. પર્યટક 23.05 વાગ્યાથી મુંબઈ સીએસએમટીથી ટ્રેન નંબર 10111 કોંકણ કન્યા એક્સપ્રેસમાં સવાર થઈને ગોવા માટે રવાના થશે. શનિવાર સવારે 8.30 વાગ્યે થીવિમ રેલવે સ્ટેશન પહોંચશે. હોટલમાં ચેક ઇન કર્યા બાદ નોરત ગોવાની સાઈટસીઈંગ કરાવવામાં આવશે. આ દરમિયાન ફોર્ટ અગુઆડા, કેન્ડોલિમ બીચ, બાધા બીચ. અંજુના બીચ, ડોનાં પાઉલા તથા સમુદ્ર તટોની રાણી 'કલંગુટ બીચ' ફેરવવામાં આવશે. ત્યાર બાદ યાત્રી રાતનો વિશ્રામ તથા ભોજન સીધા હોટલ પર જ કરશે. 

આવતા દિવસે શનિવારે નાસ્તા બાદ યાત્રી સાઉથ ગોવા માટે રવાના થશે. સાઉથ ગોવામાં મીરામાર બીચ, ઓલ્ડ ગોવા ચર્ચ, માંન્ગેશી મંદિર, મન્ડોવી નદી પર ક્રુઝનો આનંદ લેશે. ત્યાર બાદ યાત્રી રાતનો વિશ્રામ તથા ભોજન હોટલ પર જ લેશે. આવતા દિવસે નાસ્તા બાદ પર્યટકથીવિમ રેલવે સ્ટેશનથી સવારે 10.08 વાગ્યે ટ્રેન નંબર 10104થી મુંબઈ સીએસએમટી માટે રવાના થશે. તમે 21.45 વાગ્યે મુંબઈ પહોંચી જશો. 

  • ટ્રાવેલિંગ મોડ - ટ્રેન 
  • કેટલા દિવસો - 3 રાત 4 દિવસ 
  • તારીખ - દર શુક્રવાર 
  • મીલ પ્લાન - બ્રેકફાસ્ટ અને ડીનર 
  • ક્યાંથી જવાનું - મુંબઈ 

કમ્ફર્ટ કેટેગરી 

  • અડલ્ટ ઓન સિંગલ ઓક્યુપંસી - 20760 
  • અડલ્ટ ઓન ડબલ ઓક્યુપંસી - 13600 
  • અડલ્ટ ઓન ત્રિપલ ઓક્યુપંસી - 11760 
  • ચાઈલ્ડ વિથ બેડ - 11240 
  • ચાઈલ્ડ વિથઆઉટ બેડ - 11150 

સ્ટાન્ડર્ડ 

  • અડલ્ટ ઓન સિંગલ ઓક્યુપંસી - 18650 
  • અડલ્ટ ઓન ડબલ ઓક્યુપંસી - 11500 
  • અડલ્ટ ઓન ત્રિપલ ઓક્યુપંસી - 9660 
  • ચાઈલ્ડ વિથ બેડ - 9130  
  • ચાઈલ્ડ વિથઆઉટ બેડ - 9040 

કેવી રીતે કરાવવું બુકિંગ 
બુકિંગ કરાવવા માટે તમારે IRCTCની ઓફિશિયલ વેબસાઈટ  irctctourism.com પર ક્લિક કરવું પડશે. આ ઉપરાંત તમે તેની રીજીનલ ઓફીસમાં જઈને પણ બુકિંગ કરાવી શકો છો. બુકિંગ કરાવતા સમયે તમારે પેમેંટ કરવાની સાથે સાથે બધી માહિતી પણ ભરવી પડશે વધારે જાણકારી માટે 9321901806, 9321901802 તથા 8287931661 પર કોલ કરી શકાય છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News IRCTC India goa ઇન્ડિયા ગોવા IRCTC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ