બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / પ્રવાસ / IRCTC introduced special plan visit these pilgrimages of Uttarakhand in 12 days

તમારા કામનું / IRCTC સાથે કરો ઉત્તરાખંડની યાત્રા! 12 દિવસના આ ખાસ પેકેજમાં રહેવા-ખાવાથી લઈને મળશે દરેક સુવિધા, જાણો ડિટેલ્સ

Arohi

Last Updated: 11:04 AM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRCTCએ ચાર ધામ યાત્રા 2023 માટે ટૂર પેકેજ શરૂ કર્યું છે. IRCTCના 11 રાત/12 દિવસના પેકેજમાં હરિદ્વાર, યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, ઋષિકેશ શામેલ થશે.

  • IRCTCએ શરૂ કર્યું ખાસ ટૂર પેકેજ 
  • સસ્તામાં કરો ચાર ધામની યાત્રા 
  • 11 રાત અને 12 દિવસનું છે આ પેકેજ

જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન 12 દિવસનું ખાસ પેકેજ લઈને આવી રહી છે. IRCTCના આ કાસ પેકેજના માધ્યમથી તમે પોતાની ચાર ધામ યાત્રા પુરી કરી શકો છો. 

કારણ કે IRCTCએ ચાર ધામ યાત્રા 2023 માટે ટૂર પેકેજ શરૂ કર્યું છે. IRCTCના 11 રાત 12 દિવસના આ પેકેજમાં હરિદ્વાર, યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, ઋષિકેશ સામેલ રહેશે. 

IRCTCની આ ટૂર ક્યાંથી શરૂ થશે અને ક્યાં સુધી જશે? 
જણાવી દઈએ કે IRCTCની ચાર ધામ યાત્રા મુંબઈ એરપોર્ટથી શરૂ થશે અને પછી દિલ્હી-હરિદ્વાર, બારકોટ, જાનકીચટ્ટી, યમુનોત્રી, ઉત્તરકાશી, ગંગોત્રી, ગુપ્તકાશી, સોન પ્રયાગ, કેદારનાથ, બદ્રીનાથ, હરિદ્વાર, દિલ્હી, મુંબઈ સુધી જશે. 

IRCTCના તીર્થયાત્રી હવાઈ યાત્રા પેકેજનો ખર્ચ ત્રિપલ લોકો માટે પ્રતિ વ્યક્ત 67,000 રૂપિયાથી શરૂ થાય છે. જોકે ટૂર પેકેજની કિંમતો અલગ અલગ છે. સિંગલ યાત્રી પેકેજની કિંમત 91,400 રૂપિયા રહેશે. જ્યારે ડબલ યાત્રી માટે તેની કિંમત લગભગ 69,900 રૂપિયા હશે. 

ક્યારે શરૂ થશે યાત્રા? 
IRCTC ચાર ધામ હવાઈ યાત્રા 21 મેથી શરૂ થશે જે 06 જુલાઈ સુધી ચાલશે. આ પેકેજ શરૂ થવાની તારીખો આ પ્રમાણે છે. 

  • 21 મે 2023-1 જૂન 2023 
  • 28 મે 2023-8 જૂન 2023
  • 4 જૂન 2023- 15 જૂન 2023 
  • 11 જૂન 2023-22 જૂન 2023 
  • 18 જૂન 2023-29 જૂન 2023 
  • 25 જૂમ 2023-6 જુલાઈ 2023 

યાત્રામાં આ વસ્તુઓ છે શામેલ 
IRCTC ચાર ધામ યાત્રા પેકેજમાં રિટર્ન એર ટિકિટ, 11 રાત માટે સારી હોટલો/ ગેસ્ટ હાઉસમાં રોકાણ, દિલ્હી એર પોર્ટથી સ્થાનીક સ્થાનાંતરણ અને નોન વાતાનુકૂલિત ટેંપો યાત્રીઓ દ્વારા પર્યટન સ્થળોના ભ્રમણ, યાત્રા કાર્યક્રમના અનુસાર નાસ્તા અને રાતનું ભોજન, પાર્કિંગ ફી, ટોલ ટેક્સ, જીએસટી શામેલ છે. 

IRCTC અનુસાર યાત્રા કાર્યક્રમ અને ઉડનના સમયે ફક્ત માત્ર સુચક છે.  IRCTC અને હેન્ડલિંગ એજન્ટ ઓપરેશનલ સમસ્યાઓ/ સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવાનો અધિકાર અનામત રાખે છે. મહત્વનું છે કે યાત્રીઓને યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનું રજીસ્ટ્રેશન જ કરવાનું રહેશે. 

રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી 
ઉત્તરાખંડ સરકારના યાત્રા નિયમો અનુસાર ચાર ધામ અને હેમકુંડ સાહિબની યાત્રા શરૂ કરતા પહેલા તમારૂ અને તમારા વાહનોનું રજીસ્ટ્રેશન જરૂર કરાવો. જ્યારે તમે દરેક તીર્થસ્થળ પર પહોંચી જાવ તો ગંતવ્યો પર પોતાને રજીસ્ટર કરાવવું જરૂરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Chardham Yatra IRCTC IRCTC Package uttarakhand ચારધામ યાત્રા IRCTC Tour Package
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ