બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / irctc indian railway trains will get wi fi facility at 5000 thousand stations says railways minister piyush goyal

રેલવે / હવે ચાલુ ટ્રેને પણ Wi Fi વાપરી શકશો, રેલવે મંત્રી પીયૂષ ગોયલે સુવિધા મુદ્દે કરી આ વાત

Mehul

Last Updated: 07:29 PM, 23 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલ મંત્રી પીયૂષ ગોયલે ભારતીય રેલવેમાં ભવિષ્યમાં કરવામાં આવનાર તમામ બદલાવો વિશે વિસ્તારથી જણાવ્યું. પીયૂષ ગોયલે કહ્યું કે આવનારા દિવસોમાં દેશના અલગ-અલગ ભાગોમાં 5000 સ્ટેશન પર વાઇ ફાઇ (Wi-Fi) બાદ હવે ટ્રેનોમાં પણ તેની સુવિધા મળશે. કેન્દ્ર સરકાર આવનારા એકથી દોઢ વર્ષમાં આ સુવિધાને યાત્રાળુઓ માટે ઉપલબ્ધ કરાવશે.

  • રેલ મંત્રી પીયૂષ ગોયલે ભારતીય રેલવેમાં ભવિષ્યનો પ્લાન જણાવ્યો
  • 5000 સ્ટેશન પર વાઇ ફાઇ (Wi-Fi) બાદ હવે ટ્રેનોમાં પણ તેની સુવિધા મળશે: પીયૂષ ગોયલ
  • ચાલતી ટ્રેનમાં વાઇ-ફાઇની સુવિધા આપવી સરળ નથી તેમા ભારે રોકાણની જરૂર: પીયૂષ ગોયલ
     

રેલ મંત્રીએ જણાવ્યું કે આવતા વર્ષના અંત સુધી દેશના 6500 સ્ટેશનોમાં વાઇ-ફાઇની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે ચાલતી ટ્રેનમાં વાઇ-ફાઇ ઉપલબ્ધ કરાવવાના સવાલ પર એમણે કહ્યું કે, 'કોઇ ચાલતી ટ્રેનમાં વાઇ-ફાઇની સુવિધા આપવી સરળ નથી તેમા ભારે રોકાણની જરૂર પડે છે. તેના માટે ભારે માત્રામાં ટાવર અને ટ્રેનની અંદર ઇક્વિપમેન્ટ લગાવવાની જરૂર પડે છે. એ માટે આપણે વિદેશી ટેક્નોલોજી અને રોકાણની જરૂર પડશે.

જોકે, ચાલતી ટ્રેનમાં વાઇ-ફાઇની સુવિધા મળવાથી સુરક્ષામાં વધારો થશે. આવુ એટલા માટે કે દરેક ડબ્બામાં સીસીટીવીનું લાઇવ કવરેજ ઇન્ટરનેટ દ્વારા પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકશે. આશા છે કે આવનારા એકથી દોઢ વર્ષમાં અમે આ સુવિધાને યાત્રાળુને ઉપલબ્ધ કરાવીશું.

પીયૂષ ગોયલે આગળ જણાવ્યુ 'સ્ટેશનના આધુનિકરણની દિશામાં ભારતીય રેલવે ઝડપથી આગળ વધી રહી છે. અમે પ્રાઇવેટ પ્લેયર્સની મદદથી સ્ટેશનોનું આધુનિકરણ કરી રહ્યા છીએ. ભોપાલમાં આ જ પ્રકારે એક પ્રાઇવેટ કંપની સ્ટેશનને આધુનિક બનાવી રહી છે. જેનુ કામ જલ્દી જ પૂર્ણ થશે. જ્યારે એનબીસીસી 12-13 જગ્યાઓ પર આ પ્રકારે જ કામ કરી રહી છે. ક્રોસ સબસિડી મોડલ અંતર્ગત અહીં હાઉસિંગ અને કોમર્શિયલ એક્ટિવિટી, શોપિંગ મોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેનો ફાયદો રેલવેની આવક વધારવામાં થશે. જો આ પહેલ સફળ રહે છે તો દેશના બાકી ભાગમાં પણ તેને લાગૂ કરવામાં આવશે. 

રેલ મંત્રી કહ્યું, પ્રાઇવેટ સેક્ટરને રેલવે સાથે જોડવાની અપાર સંભાવનાઓ છે. દેશમાં ઘણા એવા લોકેશન છે જ્યાં રેલવેની જમીનની ભારે માંગ છે. અમે સોલર ઇન્સ્ટોલેશન માટે પણ રેલવેની જમીનનો ઉપયોગ કરવા પર વિચાર કરી રહ્યા છીએ. વડાપ્રધાન મોદીની લીડરશિપમાં ભારતીય રેલવેને દુનિયાની પહેલી શૂન્ય ઉત્સર્જન રેલવે બનાવીશું. આવનારા ચારથી પાંચ વર્ષ દરમિયાન રેલવે 100 ટકા ઇલેક્ટ્રિક બની જશે.

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Indian Railway Wi Fi piyush goyal ગુજરાતી ન્યૂઝ Indian Railway
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ