IRCTC Indian railway indias first private passengers train who give you payout if late by over one hour
Indian Railways /
'પ્રાઇવેટ' ટ્રેનથી યાત્રા કરનારાઓને મળશે આ સુવિધા, હવે 1 કલાકથી વધુ ટ્રેન મોડી પડી તો...
Team VTV01:50 PM, 26 Aug 19
| Updated: 02:02 PM, 26 Aug 19
Indian Railwaysમાં સફર કરનાર યાત્રીઓ એ જાણે જ છે કે આપણે ત્યાં ટ્રેનો લેટ થાય એ સામાન્ય બાબત છે. જો કે, જો ટ્રેન લેટ થવા પર યાત્રીઓને વળતર મળવાની જો વાત સામે આવે તો કદાચ તમને વિશ્વાસ નહીં થાય. પરંતુ આ હકીકત થતું દેખાઇ રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સનાં જણાવ્યાં અનુસાર, ભારતની પ્રથમ 'પ્રાઇવેટ' ટ્રેનથી યાત્રા કરનારા લોકોને આ સુવિધા મળી શકે છે. એ વાત પર વિચાર કરવામાં આવી રહ્યો છે કે જો ટ્રેન એક કલાકથી લેટ એટલે કે મોડી પડે તો હવે યાત્રીઓ રિફન્ડ (Refund) નાં હકદાર થશે.
IRCTCનાં એક સીનિયર અધિકારીએ ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ઓનલાઇનથી વાતચીતમાં જણાવ્યું કે, 'અમે દિલ્હી-લખનઉ રૂટ પર તેજસ એક્સપ્રેસ (Tejas Express) ચલાવવાની યોજનાઓને અંતિમ રૂપ આપી રહ્યાં છે. ટ્રેનનાં સ્ટેશન સુધી પહોંચવામાં જો મોડું થવાની દિશામાં યાત્રીઓને કંઇક રિફન્ડ આપવાની જોગવાઇ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. આ રિફન્ડ ઇ વોલેટમાં કેશબેક અથવા તો ભવિષ્યની યાત્રાઓ પર છૂટ તરીકે આપવામાં આવી શકે છે.
IRCTCને બે તેજસ ટ્રેન ચલાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કારણોસરથી દિલ્હીથી લખનઉનાં રૂટ પર ચાલનારી આ ટ્રેન સાથે જોડાયેલી યોજનાઓને અંતિમ રૂપ આપવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, એવી કોશિશ કરવામાં આવી રહી છે કે યાત્રીઓને ટ્રેનમાં અનેક પ્રકારની સુવિધાઓ મળે. જેમાં યાત્રીઓને બીજી વાર ભોજન આપવા, ચા અથવા તો કૉફીને માટે વેંડિંગ મશીન પણ લગાવવાની યોજના પણ છે.
ઉદ્દેશ્ય એરલાઇન્સનાં યાત્રીઓને ટ્રેન યાત્રા માટે લોભાવવાનો છે. એક અંગ્રેજી વર્તમાનપત્રનાં રિપોર્ટ અનુસાર, IRCTCનાં એક અધિકારીએ જણાવ્યું કે, 'રેલ્વે તરફથી બ્રેકફાસ્ટ પણ આપવામાં આવે છે. યાત્રી જ્યારે લખનઉ પહોંચે છે તો લંચનો સમય થઇ જાય છે. જેથી અમે ઇચ્છીએ છીએ કે તેઓને કેટલોક નાસ્તો પણ આપવામાં આવે જેથી લંચ પહેલા જ મીટિંગ જેવાં બીજા કામોને તેઓ પૂર્ણ કરી શકે.'