જો તમે વૈષ્ણોદેવીના દર્શન કરવા જવાનું વિચારી રહ્યા છો તો IRCTC તમારા માટે એક બેસ્ટ ટૂર પેકેજ લાવ્યું છે. 3 રાત અને 4 દિવસના આ ટૂર પેકેજની શરૂઆત દિલ્હીથી 27 નવેમ્બરથી થશે. નવી દિલ્હી સ્ટેશનથી ટ્રેન રાતે 8.40એ રવાના થશે. જેમાં 3 ટાયર એસીની ટિકિટ બુક કરાવવામાં આવશે. સવારે 5.45 વાગ્યે ટ્રેન તમને જમ્મૂ પહોંચાડશે. માતારાની રાજધાની પેકેજમાં તમને વૈષ્ણોદેવીના દર્શનની સાથે જમ્મૂ અને કટરાના પ્રાકૃતિક સૌંદર્યની મજા માણવાની તક પણ મળશે.
પેકેજમાં એક વ્યક્તિનો ખર્ચ 7785 રૂપિયા થશે
આ ટુરની શરૂઆત દિલ્હીથી શરૂ થશે
4 દિવસ અને 3 રાતનું પેકેજ
આ સુવિધા હશે ટૂર પેકેજમાં
આ ટૂર પેકેજમાં રહેવા, જમવાની સુવિધા સામેલ છે. તમને કંદ કંડોલી મંદિર, રઘુનાથજી મંદિર અને બાગે બહુ ગાર્ડન પણ લઈ જવાશે. સાથે જ જમ્મૂ અને કટરામાં પણ ફરવા મળશે.
આટલું ભાડુ હશે
આ ટૂરમાં વ્યક્તિ દીઠ ખર્ચ 7785 રૂપિયા છે. જ્યારે શેરિંગમાં વ્યક્તિ દીઠ 6170 રૂપિયા ચૂકવવાના રહેશે. જો 3 લોકો એકસાથે જાય તો 5980 વ્યક્તિ દીઠ ચૂકવવા પડશે. તમારી સાથે 5થી 11 વર્ષની ઉંમરનું બાળક છે તો તમારે તેના માટે અલગથી બેડ લેવો પડશે, જેના માટે 5090 રૂપિયા ચૂકવવા પડશે અને જો અલગ બેડ નહીં લો તો 4445 રૂપિયા આપવા પડશે.
આ રીતે કરો બુકિંગ
તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજની બુકિંગ કરાવી શકો છો. આ ટૂર પેકેજ અંગેની વધુ જાણકારી માટે તમે નીચે આપેલી લિંક પર પણ ક્લિક કરો.