બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / irctc after tejas train now private companies can come to operate railway they can choose their favorite route

ખાનગીકરણ / 150 ટ્રેનોને ખાનગી હાથોમાં સોંપવાની તૈયારીમાં ભારતીય રેલવે

Mehul

Last Updated: 11:46 PM, 9 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી-લખનઉ રૂટ પર કોર્પોરેટ ટ્રેન તેજસના સંચાલન બાદ હવે એવું લાગે છે કે જાણે ઇન્ડિયન રેલવે ઝડપી ખાનગીકરણની તરફ આગળ વધી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, બુધવારે નીતિ આયોગ અને રેલવે વચ્ચે થયેલી મહત્વપૂર્ણ બેઠકમાં 150 પેસેન્જર ટ્રેનોને ખાનગી હાથોમાં આપવાનો વિચાર કરાયો છે.

  • ઇન્ડિયન રેલવે ઝડપી ખાનગીકરણની તરફ આગળ વધી રહી છે
  • પ્રતિષ્ઠિત ખાનગી એર લાઇન કંપનીઓએ ટ્રેન સંચાલનમાં રૂચી દર્શાવી
  • સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એર લાઇન કંપનીઓએ ટ્રેન સંચાલનમાં રૂચી દર્શાવી

કહેવામાં આવી રહ્યું છે કે તેના પર સહમતિ બની ગઇ છે અને સરકાર તરફથી જલ્દી જાહેરાત કરવામાં આવશે. જોકે, હાલ તેની પુષ્ટી કરાઇ નથી. આ પહેલા સમાચાર હતા કે ઇન્ડિગો ટ્રેનનું સંચાલન શરૂ કરવા માટે હવે આ કંપની તૈયાર છે. સ્પાઇસજેટ પણ વિચાર કરી રહી છે. 

રેલવે મંત્રાલય મુજબ, કેટલાક પ્રતિષ્ઠિત ખાનગી એર લાઇન કંપનીઓએ ટ્રેન સંચાલનમાં રૂચી દર્શાવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિમાન કંપનીઓના નામ વિશે પૂછવા પર સૂત્રે આગળ જણાવ્યુ કે સ્પાઇસ જેટ અને ઇન્ડિગો બે ખાનગી એર લાઇન કંપનીઓ છે જેમણે ટ્રેન સંચાલનમાં રૂચી દર્શાવી છે. 

નામ ન આપવાની શરતે, રેલ મંત્રાલયમાં તહેનાત એક વરિષ્ઠ ભારતીય રેલવે અધિકારીએ કહ્યું કે, કેટલાક મોટા યાત્રા પોર્ટલ ભારતીય રેલવેમાં સામેલ થવા ઇચ્છે છે. હાલ એમા તેમણે માત્ર 'મેકમાઇટ્રીપ' ના નામનો ખુલાસો કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ