પ્રભાવશાળી શિયા ધર્મગુરુ મુક્તદા અલ સદરની અચાનક રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત બાદથી ઈરાકમાં ભારે હોબાળો અને અરાજકતા ફેલાઈ ગઈ છે.
ઈરાકમાં શ્રીલંકાવાળી થઈ
શિયા ધર્મ ગુરુએ રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત કરી
સમર્થકો ભડક્યા, રસ્તા પર ઉતરી હોબાળો મચાવ્યો
પ્રભાવશાળી શિયા ધર્મગુરુ મુક્તદા અલ સદરની અચાનક રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત બાદથી ઈરાકમાં ભારે હોબાળો અને અરાજકતા ફેલાઈ ગઈ છે. તેમના સંન્યાસથી તેમના સમર્થકો ભડકી ગયા છે. અને તેમના રાષ્ટ્રપતિ ભવન પર હલ્લાબોલ મચાવ્યું છે. અહીં પ્રદર્શનકારીઓ અને પોલીસની વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. જેમાંથી 30 લોકોના જીવ ગયા છે. જ્યારે 700થી વધારે લોકો ઘાયલ થયા છે. પ્રદર્શનકારીઓએ અહીં પાર્લિયામેંટમાં ભારે તોડફોડ કરી હતી અને નારા લગાવ્યા હતા. આ મામલા પર ઈરાકની સેનાએ કહ્યું કે, આતંકવાદીઓએ બગદાદના ગ્રીન ઝોનમાં રોકેટ છોડી હતી. જે બાદ બોર્ડરને પણ સીલ કરી દેવામાં આવી હતી.
પ્રભાવશાળી શિયા ધર્મગુરુ મુક્તદા અલ સદરે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કર્યા બાદ ઈરાકમાં પ્રદર્શનકારીઓ દ્વારા તોડફોડની ઘટનાઓ સામે આવી છે. અલ સદરના સમર્થકો રસ્તા પર એકે-47 અને રાઈફલ્સ લઈને પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે ત્યાંની સેના પણ પ્રદર્શનકારીઓના ગુસ્સાને કાબૂમાં કરવાથી ડરી રહી છે. સદરના આ નિર્ણયથી સમગ્ર ઈરાકમાં ઈમરજન્સી જેવી હાલત થઈ ગઈ છે. રસ્તા પર તોડફોડ, ગાડીઓમાં આગ અને હવામાં ફાયરિંગ જેવી કેટલીય તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે.
અલ સદરે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, તે રાજકારણમાં સંન્યાસ લઈ રહ્યા છે અને પોતાના કાર્યાલયને બંધ કરી દેશે. ઘોષણા કર્યાના થોડા કલાકો બાદ ઘર્ષણ શરુ થઈ ગયા હતા. સમર્થકોએ દેશમાં શાંતિ ભંગ કરવાનો નિર્ણય લીધો છે. સંસદનો ઘેરાવ કરીને શ્રીલંકા જેવા પ્રદર્શન કરી રહ્યા છે. બસ ફરક એટલો છે કે, અહીં પ્રદર્શનકારીઓ હથિયારધારી છે. સંયુક્ત રાષ્ટ્રે તેને અત્યંત ખતરનાક ગણાવ્યું છે, તથા પ્રદર્શનકારીઓને તાત્કાલિક આ ક્ષેત્ર છોડવાનો આગ્રહ કર્યો છે.