બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Iran warned America told US to stay away

Iran Israel War / દુનિયામાં ખલબલી: ઈરાને અમેરિકાને આપી ચેતવણી, કહ્યું US દૂર રહે, બદલો પૂર્ણ થયો

Last Updated: 12:22 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran Israel War Latest News : ઈરાને ઈઝરાયેલ પરના તેના જવાબી હુમલાનો બચાવ કરતા કહ્યું કે હવે તેને સમાપ્ત કરવાનું વિચારી શકાય

Iran Israel War : ગઈકાલે રાત્રે ઈરાને પહેલીવાર ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ઈરાને સીરિયામાં તેના વાણિજ્ય દૂતાવાસ પરના હુમલાના જવાબમાં અનેક ડ્રોન હુમલા કર્યા હતા. ઈરાને ઈઝરાયેલ પરના તેના જવાબી હુમલાનો બચાવ કરતા કહ્યું કે હવે તેને સમાપ્ત કરવાનું વિચારી શકાય છે. બીજી તરફ ઈરાને પણ ઈઝરાયેલના સૌથી નજીકના સાથી અમેરિકાને કડક ચેતવણી આપી છે અને ઈઝરાયેલ સાથે ચાલી રહેલા સંઘર્ષથી દૂર રહેવા કહ્યું છે. ઈરાને એમ પણ કહ્યું કે, જો ઈઝરાયલે 'વધુ એક ભૂલ' કરી તો તેના ઘાતક પરિણામ આવશે.

ઈરાને યુએનમાં શું કહ્યુ ? 
યુએનમાં ઈરાનના સ્થાયી મિશને કહ્યું કે સ્વ-રક્ષણ સંબંધિત યુએન ચાર્ટરની કલમ 51ના આધારે ઈરાનની સૈન્ય કાર્યવાહી દમાસ્કસમાં અમારા રાજદ્વારી પરિસર સામે ઝિઓનિસ્ટ શાસનના આક્રમણના જવાબમાં હતી. હવે આ મામલો બંધ ગણી શકાય.

વધુ વાંચો: ઈરાન-ઇઝરાયેલ વોર: કયો દેશ કોના સપોર્ટમાં? શું દુનિયા ધકેલાશે વોર ઝોનમાં

હવે અમે આનો જવાબ આપીશું : ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ 
ઈરાને ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓ શરૂ કર્યા પછી ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રક્ષણાત્મક અને આક્રમક રીતે જવાબ આપવાની પ્રતિજ્ઞા આપતા કહ્યું કે, ઈરાન દ્વારા સીધા હુમલાનો જવાબ આપવા માટે ઈઝરાયેલ વર્ષોથી તૈયારી કરી રહ્યું છે. અમેરિકી રક્ષા અધિકારીએ રવિવારે કહ્યું કે, અમે ઈરાની હુમલા વચ્ચે ઈઝરાયેલ સાથે ઉભા છીએ અને અમે ઈઝરાયેલને નિશાન બનાવતા અનેક ઈરાની ડ્રોન તોડી પાડ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Attack Drone Attack iran israel news iran israel war ઇઝરાયલ ઇઝરાયલ પર હુમલો ઈરાન iran israel war
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ