બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:24 PM, 16 September 2024
ભારતના મુસ્લિમોને લઈને કરેલા નિવેદન બદલ ભારતે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈને જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને ખામેનેઈના આરોપને રદિયો આપ્યો હતો અને પોતાને ત્યાં થઈ રહેલા મુસ્લિમો અત્યાચારની તેમની યાદ અપાવી હતી.
ADVERTISEMENT
Statement on Unacceptable Comments made by the Supreme Leader of Iran:https://t.co/Db94FGChaF pic.twitter.com/MpOFxtfuRO
— Randhir Jaiswal (@MEAIndia) September 16, 2024
શું બોલ્યાં હતા ખામેનેઈ
ADVERTISEMENT
ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈને ભારતના મુસ્લિમોને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે પયગંબર મોહમ્મદની જન્મજયંતિ પર વિશ્વભરના મુસ્લિમોમાં એકતાની વાત કરી. જો આપણે મ્યાનમાર, ગાઝા, ભારત અથવા અન્ય કોઈ જગ્યાએ કોઈપણ મુસ્લિમને જે વેદનાનો સામનો કરવો પડે છે તેનાથી અજાણ હોઈએ, તો આપણે પોતાને મુસ્લિમ ન માનવા જોઈએ.
The concept of an "Islamic Ummah" must never be forgotten. Protecting the identity of the "Islamic Ummah" is essential. It is a fundamental issue that transcends nationality, and geographical borders don’t change the reality & identity of the Islamic Ummah.
— Khamenei.ir (@khamenei_ir) September 16, 2024
ગાઝા અને પેલેસ્ટાઈનના દલિત લોકોનો મુદ્દો ઉઠાવ્યો
'ઈસ્લામના દુશ્મનોએ હંમેશા ઈસ્લામિક ઉમ્મા (સમુદાય અથવા રાષ્ટ્ર) તરીકેની અમારી સામાન્ય ઓળખને બગાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ગાઝા અને પેલેસ્ટાઈનના દલિત લોકોનો મુદ્દો ફરીથી ઉઠાવ્યો. જો કે તેમાં ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે ઇસ્લામિક ઉમ્માનું સન્માન જાળવવાનું લક્ષ્ય એકતા દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. તેમણે કહ્યું, 'આજે આપણું કર્તવ્ય છે કે ગાઝા અને પેલેસ્ટાઈનના દલિત લોકોનું સમર્થન કરીએ. જે આનાથી મોઢું ફેરવે છે, અલ્લાહ તેની પૂછપરછ ચોક્કસ કરશે.
ભારત અને ઈરાનનો સંબંધો કેવા?
ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો મજબૂત રહ્યા છે. દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ મોટી અડચણ આવી નથી. ચાબહાર સમજૂતીનો ભારત મહત્વનો હિસ્સો છે. મે 2015માં, નવી દિલ્હીએ ચાબહાર પોર્ટના વિકાસ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. મે 2016 માં, ભારત, ઈરાન અને અફઘાનિસ્તાને આંતરરાષ્ટ્રીય પરિવહન માટે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા, જેને ચાબહાર કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે. મે મહિનામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઈરાનમાં એક શોકના પ્રસંગે હાજરી આપી હતી.
વધુ વાંચો : સુહાગરાત પર સત્ય જાહેર ન થાય એટલે છોકરીઓ કરી રહી છે જોખમી કામ, ડોક્ટરોની ચેતવણી
2019માં પણ કાશ્મીરના મુસ્લિમો પર બોલ્યાં હતા
ઉલ્લેખનીય છે કે 2019માં જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાઈ હતી ત્યારે પણ ખામેનેઈએ કાશ્મીરમાં મુસ્લિમોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા આ પગલાથી મુસ્લિમોમાં ભય ફેલાયો છે. કાશ્મીરમાં મુસ્લિમોની સ્થિતિ વિશે જાણીને અમે ચિંતિત હતા. ભારત સાથે અમારા સારા સંબંધો છે, પરંતુ અમે આશા રાખીએ છીએ કે ભારત સરકાર કાશ્મીરના ભદ્ર લોકો પ્રત્યે ન્યાયી નીતિ અપનાવશે. આ વિસ્તારમાં મુસ્લિમો પર અત્યાચાર બંધ કરશે.
ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનના નેતાનું નિવેદન ફગાવ્યું
ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનના સુપ્રીમ લીડરના ભારત વિરોધી નિવેદનને રદિયો આપ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.