અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધની આશંકા વચ્ચે ઇરાકમાં અમેરિકાના સેનાના કેમ્પ પર ફરી હુમલો કરવામાં આવ્યો છે. સેનાના કેમ્પ પર ઇરાન દ્વારા બેલેસ્ટિક મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. એક મળતાં અહેવાલ મુજબ 9 જટેલી બેલેસ્ટિક મિસાઇલ ફાયર કરવામાં આવી છે. જો કે આ હુમલામાં કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ઈરાકમાં અમેરિકી સેના બેઝ પર હુમલો
ઈરાને એક બાદ એક 9 રોકેટ ફાયર કર્યા
અલ-અસદ બેઝ પર રોકેટથી કરાયો હુમલો
ઈરાકમાં અમેરિકી સેના બેઝ પર ફરી એકવાર હુમલો થયોછે. અલ-અસદ બેસ પર અમેરિકી સેના પર 9 જેટલી મિસાઈલ ફાયર કરવામાં આવી છે. જોકે આ હુમલામાં જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી. મળતી માહિતી મુજબ આ રોકેટ હુમલો ઈરાને કર્યો છે.
પેન્ટાગન દ્વારા આ હુમલાને લઇને નુકસાન અંગેની જાણકારી મેળવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ પૂર્વે પણ અમેરિકી દૂતાવાસ પાસે રોકેટથી હુમલા થઈ ચૂક્યા છે. આ હુમલા ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીને ઠાર માર્યા બાદથી થઈ રહી છે. ઈરાને સુલેમાનીના મોતનો બદલો લેવાની પણ ધમકી આપી હતા. અને હવે એક બાદ એક હુમલાઓ કરી રહ્યું છે.
અલ-અસદ દ્વારા અમેરિકાના સેનાના એ બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યા ડોનાલ્ડ ટ્રમ્પ 2018માં ગયા હતા. આમ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.