બ્રેકિંગ ન્યુઝ
Kavan
Last Updated: 02:52 PM, 8 April 2020
ADVERTISEMENT
ડેલી મેલના રિપોર્ટ અનુસાર, મંગળવારે ઇરાનના એક પ્રવક્તાએ ઘોલમ હસૈન ઇસ્માઇલીએ જણાવ્યું કે, લોકોએ કોરોના વાયરસની દવા સમજીને નીટ આલ્કોહોલ પી લીધો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો બીમાર થઇ ગયા હતા.
આલ્કોહોલ પીવાથી 600 લોકોના મોત
ADVERTISEMENT
ઇસ્માઇલીએ કહ્યું કે, ઝેરી આલ્કોહોલ પીવાથી મોત થનારની સંખ્યા વિચાર્યા કરતા પણ ઘણી મોટી છે, તેમણે કહ્યું કે, આલ્કોહોલ પીવાથી બીમાર લોકો સાજા નહીં થાય પરંતુ વધુ બીમાર પડશે.
કેટલાક લોકોની કરાઈ ધરપકડ
તસ્નીમ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં તેમણે એમ પણ કહ્યું કે આ મામલે ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકો પર ગુનાહિત પ્રવૃત્તિ માટે કાર્યવાહી કરવામાં આવશે.
62 હજારથી વધુ લોકોને કોરોનાનો ચેપ
ઈરાનમાં 62 હજારથી વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. પરંતુ ઈરાન દ્વારા કોરોના વાયરસ અંગે જાહેર કરવામાં આવેલા ડેટા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સરકારનો આરોપ છે કે તેઓ મૃતકોની સંખ્યા ઓછી બતાવી રહ્યા છે.
31 સાંસદોને પણ કોરોના
ઈરાનની સંસદના ઓછામાં ઓછા 31 સભ્યો પણ કોરોના પોઝિટિવ છે. આ સાથે જ, કોરોના વાયરસનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સંસદ બંધ કરવામાં આવી હતી, પરંતુ મંગળવારે સંસદ ફરી શરૂ થઈ હતી.
વિશ્વમાં કોરોનાને કારણે 82 હજાર લોકોના થયાં છે મોત
આપને જણાવી દઇએ કે, દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા બુધવારે બપોર સુધીમાં 1,431,900થી વધુ થઇ ગઇ છે. આ સાથે જ વિશ્વમાં આશરે 82 હજાર લોકોના મોત થયાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.