બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:00 PM, 7 January 2020
ADVERTISEMENT
સરકારી ટેલિવિઝન ચેનલ ઇરાન ટીવીના મુજબ, કાસિમ સુલેમાનીના ગૃહનગર કેરનમાં સોમવારે અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી. તેમા 10 લાખથી વધારે લોકો સામેલ થયા હતા. અંતિમ યાત્રાથી પહેલા નાસભાગ મચી ગઇ. આ બનાવમાં સેંકડો લોકો ઘાયલ થઇ ગયા. જેમા 35 લોકોના મોત થઇ ગયા.
આ પહેલા સોમવારે મેજર જનરલ કાસિમ સુલેમાનીને શ્રદ્ધાજંલિ અર્પિત કરવા માટે તેહરાનમાં લાખો લોકો એકત્રિત થયા. તેમા દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખુમેની પણ હતા. જનરલ સુલેમાનીને ગત સપ્તાહે અમેરિકાએ બગદાદમાં ઠાર માર્યો હતો. સમાચાર એજન્સી એફની રિપોર્ટ મુજબ, સોમવારે સવારે એંગલેબ સ્ક્વેયર પાસે તેહરાન યુનિવર્સિટીની તરફ લોકો એકઠા થવા લાગ્યા. જ્યાં અમેરિકા અને ઇઝરાયલની વિરુદ્ધ નારેબાજી વચ્ચે અંતિમ સંસ્કાર શરૂ કરવામાં આવ્યા.
ADVERTISEMENT
અંતિમ સંસ્કાર દરમિયાન લોકો સુલેમાનીની તસવીર, ઇરાની ઝંડા અને બેનર અને અમેરિકાની વિરુદ્ધ લખેલા નારાઓ સાથે હતા. તેહરાન સ્થિત પ્રેસ ટીવીની રિપોર્ટ મુજબ, ભીડને સંબોધિત કરતા જનરલ સુલેમાનીની પુત્રી જૈનબે કહ્યું, અમેરિકા અને યહૂદીવાદ (જિયોનિઝ્મ) ને સમજવું જોઇએ કે, મારા પિતાની શહાદતે પ્રતિરોધના મોરચે વધુ લોકોને જાગરુક કર્યા છે. આ તેમના જીવનને દુસ્વપ્ન બનાવી દેશે.
નોંધનીય છે કે, મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોની હાજરીને જોતા ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોલીસને તહેનાત કરવામાં આવી હતી અને લોકોને રસ્તાઓ પર પોતાના વાહનોને હટાવવા માટે પહેલા જ કહી દેવામાં આવ્યું હતું. અધિકારીઓએ રાજધાનીમાં સુરક્ષા ઉપાયોને વધારી દીધા છે અને રવિવારે બપોર બાદથી હેલિકોપ્ટર ઉડાન ભરી રહ્યા છે.
અયાતુલ્લા ખુમેનીને સુલેમાનીની નમાઝ-એ-જનાઝા વંચાવી. ઉચ્ચ રેંકિગના સરકારી અને સૈન્ય અધિકારીઓએ પણ તેમા ભાગ લીધો. સુલેમાની અને અમેરિકી હુમલામાં માર્યા ગયેલા ઇરાકી મિલીશિયા પોપ્યુલર મોબિલાઇજેશન ફોર્સેઝના ઉપનેતા અબૂ મેહંદી અલ મુહનદિસનો પાર્થિવ શરીર રવિવારે ઇરાન પહોંચ્યો હતો. મુહનદિસના શબને ડીએનએ ટેસ્ટ માટે ઇરાન લાવવામાં આવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.