અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. થોડા મહિના પહેલા જ અમેરિકાએ ઈરાનના સૈન્ય કમાન્ડરને મારી નાખતા યુદ્ધ જેવી પરિસ્થિતિ શરુ થઇ ગઈ હતી ત્યારે હવે ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કર્યો છે. એવામાં જો હવે ટ્રમ્પ આ મુદ્દે વળતો પ્રહાર કરે તો વિશ્વની શાંતિ પર વધુ ખતરો ઉભો થઇ શકે છે.
સુલેમાનીની મોત માટે જવાબદાર ઠેરવી અરેસ્ટ વોરંટ જાહેર
ઈરાને ઇન્ટરપોલથી કરી રેડ કોર્નર નોટીસની દરખાસ્ત
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાના એંધાણ
ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કાઢ્યું અરેસ્ટ વોરંટ
ઈરાને અમેરિકાનાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે. આ સિવાય ઈરાને ઇન્ટરપોલથી અમેરિકાનાં રાષ્ટ્રપતિ સહીત અડધો ડઝનથી વધુ લોકોને પકડવા માટે મદદ માંગી છે. તેહરાનનાં અલી અલકાસીમહરે કહ્યું કે ટ્રમ્પ તે 30 લોકોમાં સામેલ છે જેમણે હુમલો કર્યો હતો જેમાં સુલેમાનીની મોત થઇ હતી.
ઈરાને ઇન્ટરપોલથી રેડ નોટીસ જાહેર કરવા અનુરોધ કર્યો છે જોકે આ મામલે ફ્રાંસ સ્થિત ઇન્ટરપોલથી આ મુદ્દે તરત જ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
અમેરિકાની સૈન્ય કાર્યવાહીમાં સુલેમાનીની મોત થઇ હતી
અમેરિકા અને ઈરાન વચ્ચે થોડા સમય પહેલા જ તણાવ વધ્યો હતો જે બાદ અમેરિકાને સૈન્ય કાર્યવાહી શરુ કરી હતી. આ કાર્યવાહીમાં ઈરાની સૈન્યના વરિષ્ઠ જનરલ અને કુદ્સ ફોર્સ કમાન્ડર કાસીમ સુલેમાનીની મોત થઇ ગઈ હતી. સાથે જ ઈરાકમાં ઈરાન સમર્થિત પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સના કમાન્ડર અબૂ મેહંદી અલ મુહંદિસને મારી નાખવામાં આવ્યા.
અમેરિકાએ ઈરાની સેનાના અંગને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું હતું. અમેરિકાએ ઈરાનના કમાન્ડર મારી નાખતા સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો હતો અને વિશ્વ યુદ્ધના આરે ઘણા દેશો આવી ગયા હતા.
સુલેમાનીની મોત બાદનું માતમ
શું છે રેડ નોટીસ
આ નોટિસ અપરાધીઓની ધરપકડ અને તેના પ્રત્યાર્પણ માટે કાઢવામાં આવે છે. રેડ કોર્નર નોટીસની મદદથી જેતે આરોપીને તે દેશમાં મોકલી આપવામાં આવે છે જે દેશમાં તેણે આરોપ કર્યો હોય. અને તે દેશના હિસાબે જ કેસ ચલાવીને સજા આપવામાં આવે છે.