બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઇઝરાયલે લીધો બદલો! ઈરાનમાં પરમાણું ઠેકાણાઓ પર સાયબર હુમલાથી હડકંપ

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ / ઇઝરાયલે લીધો બદલો! ઈરાનમાં પરમાણું ઠેકાણાઓ પર સાયબર હુમલાથી હડકંપ

Last Updated: 02:25 PM, 12 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ સહિત અનેક સંસ્થાઓ પર એક સાથે સાયબર એટેક થયા છે, જેને લીધે ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી સહિત ઈરાનના લગભગ તમામ સરકારી દળોને આની અસર થઈ છે.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. શનિવારે, ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ સહિત અનેક સંસ્થાઓ પર એક સાથે સાયબર એટેક થયો છે. આ સાયબર એટેક વચ્ચે ઈરાન સરકારની લગભગ તમામ સેવાઓ ખોરવાઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન પર જવાબી હુમલાની દિશામાં આ ઇઝરાયલનું પહેલું પગલું છે. આટલું જ નહીં સાયબર એટેકમાં ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સને પણ નિશાન બનાવવામાં આવી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઇઝરાયલે 1 ઓક્ટોબરે ઈરાનના મિસાઈલ હુમલાનો બદલો લેવાની જાહેરાત કરી હતી.

ઈરાનના દરેક સેક્ટર પર થયો એટેક

ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ઓફ સાયબર સિક્યુરિટીના ભૂતપૂર્વ સચિવ ફિરોઝાબાદીએ જાહેરાત કરી કે ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી સહિત ઈરાનના લગભગ તમામ સરકારી દળોએ ગંભીર સાયબર એટેક અને ઇન્ફોર્મેશન ચોરીનો સામનો કર્યો છે. એક અહેવાલમાં ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ઓફ સાયબર સિક્યુરિટીના ભૂતપૂર્વ સેક્રેટરી ફિરોઝાબાદીને ટાંકીને જણાવવામાં આવ્યું કે ઈરાન સરકારના લગભગ દરેક ક્ષેત્ર - ન્યાયતંત્ર, વિધાનસભા અને કાર્યપાલિકા - આ સાયબર એટેકથી પ્રભાવિત થયા છે. આના કારણે મહત્ત્વપૂર્ણ માહિતી પણ ચોરી થઈ ગઈ છે. તેમણે કહ્યું, અમારા પરમાણુ પ્લાન્ટ તેમજ ઈંધણ વિતરણ, મ્યુનિસિપલ સેવાઓ, પરિવહન અને બંદરો જેવા મહત્ત્વપૂર્ણ નેટવર્ક પર પણ સાયબર એટેક કરવામાં આવ્યો છે. આ ઘટનાઓ દેશભરમાં ફેલાયેલા ઘણા ક્ષેત્રોનો માત્ર એક નાનો ભાગ છે.

PROMOTIONAL 10

ઇઝરાયલે આપી હતી ચેતવણી

આ પહેલા ઇઝરાયલના રક્ષા મંત્રીએ બુધવારે ચેતવણી આપી હતી કે તાજેતરના ઈરાની મિસાઈલ હુમલાનો ચોક્કસ જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેમના દેશનો બદલો "ઘાતક" અને "આશ્ચર્યજનક" હશે. જણાવી દઈએ કે ઉત્તરી ગાઝા બાદ હવે ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ વિરુદ્ધ જમીની હુમલો કર્યો છે.

આ પણ વાંચો: ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા! વિશ્વભરમાં ફેલાઇ શકે છે અંધકાર, આ ભવિષ્યવેત્તાએ કરી મોટી ભવિષ્યવાણી

1 ઓક્ટોબરના રોજ ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો અને ત્યારબાદ ઇઝરાયલે ઈરાનને જડબાતોડ જવાબ આપવાની જાહેરાત કરી. આ પછી ઇઝરાયલના વળતા હુમલાથી આખી દુનિયા ડરી ગઈ છે કારણ કે ઈરાન પર ઇઝરાયલનો સીધો હુમલો મિડલ ઇસ્ટમાં વિશ્વ યુદ્ધ શરૂ કરી શકે છે, પરંતુ મોટી વાત એ છે કે ઈરાનના હુમલાના આટલા દિવસો પછી પણ ઇઝરાયલ માત્ર ધમકીઓ જ આપી રહ્યું છે. ઇઝરાયલ ઈરાનને કહી રહ્યું છે કે તે એવો હુમલો કરશે જે તેને યાદ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Massive Cyber Attack in Iran Isarel Hezbollah War Iran Israel War
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ