બ્રેકિંગ ન્યુઝ
Mehul
Last Updated: 07:14 PM, 8 January 2020
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે હાલ માહિતી એકત્ર કરીને નુકસાનનો અંદાજ લગાવી રહ્યા છીએ. અત્યાર સુધી બધું બરાબર છે. અમારી પાસે દુનિયાની સૌથી શક્તિશાળી અને આધુનિક હથિયારોથી સજ્જ સેના છે. અમે આવતી કાલે સવારે આ મામલે અમારું નિવેદન જારી કરીશું.
ઉલ્લેખનીય છે કે, ઈરાને આક્રમક વલણ અપનાવીને આજે સવારે ઈરાકમાં આવેલા યુએસના બે સૈન્ય બેઝ પર મિસાઈલ છોડી હતી. અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને પણ ઈરાનના હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે.
ADVERTISEMENT
All is well! Missiles launched from Iran at two military bases located in Iraq. Assessment of casualties & damages taking place now. So far, so good! We have the most powerful and well equipped military anywhere in the world, by far! I will be making a statement tomorrow morning.
— Donald J. Trump (@realDonaldTrump) January 8, 2020
પેન્ટાગોને ઈરાનના હુમલા અંગે કહ્યું કે, ઈરાકમાં અમારા બે સૈન્ય બેઝ પર ઈરાને મિસાઈલ વડે હુમલો કર્યો છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ આજે વહેલી સવારે અલ અસદ અને ઈરબિલ એરબેઝ પર ૩૫ જેટલાં રોકેટ છોડ્યાં હતાં. આ બંને સ્થળ પર અમેરિકન સેના તહેનાત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.