બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 03:12 PM, 28 April 2020
ADVERTISEMENT
સેંકડો લોકોની આંખની રોશની જતી રહી હતી
ઈરાન સરકારે હવે કબૂલ્યુ હતુ હે એક અફવાને કાણે હજારો લોકોએ ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પી લીધો હતો. જેથી તેમનું મોત નિપજ્યુ હતુ. સોશિયલ મીડિયાના માધ્યમથી ગત દિવસોમાં ઈરાનમાં અફવા ફેલાયી હતી કે આલ્કોહોલ પીવાથી કોરોના સંક્રમણની સારવાર થઈ શકે છે.જેથી બાળકો સહિત સેંકડો લોકોએ ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીધો હતો. ઈરાનની સરકારે સોમવારે જણાવ્યુ કે આ ઘટનામાં 728 લોકોના મોત નિપજ્યા હતા.
ADVERTISEMENT
ઈરાનમાં મોતનો હિસાબ રાખનાર ઓફિસે સોમવારે જણાવ્યુ હતું કે ઈન્ડસ્ટ્રીય આલ્કોહોલ પીવાની ઘટનાથી ન ફક્ત 728 લોકોના મોત નિપજ્યા હતા. પરંતુ બાળકો સહિત સેંકડો લોકોની આંખની રોશની જતી રહી હતી.
5 હજાર લોકોએ મેથેનોલ પીધો
ADVERTISEMENT
ઈરાન સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા કિયાનૌશ જહાંપોરે જણાવ્યું કે લગભગ 5011 લોકોએ આ અફવાને કારણે ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીધો હતો. કેટલાક માતા પિતાએ બાળકોને પણ પીવડાવ્યો હતો. આમાં 90 લોકોની દ્રષ્ટિ જતી રહી હતી. આ તમામ લોકોએ અફવા બાદ આલ્કોહોલ શોધવાનુ શરુ કર્યુ હતુ. જોકે ન મળતા મેથેનોલ પી લીધુ હતુ. પ્રવક્તાના જણાવ્યાનુંસાર બની શકે કે ડરના કારણે અનેક લોકો સામે નથી આવ્યા. જેથી આંધળા થનારની સંખ્યા વધારે હોઈ શકે છે.
દારુ જેવી જ ગંધ વાળો હોય છે મેથેનોલ
ADVERTISEMENT
મેથેનોલની ગંધ અને સ્વાદ દારુ જેવો જ હોય છે. જોકે માણસના દિમાગને નુકશાન પહોંચાડે છે. ઈરાનમાં પણ કોરોનાનો કહેર છે. અત્યાર સુધીમાં કોરોનાથી 5,806 લોકોના મોત થયા છે અને 91,472 લોકો કોરોનાગ્રસ્ત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.