Team VTV06:23 PM, 11 Feb 22
| Updated: 06:25 PM, 11 Feb 22
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલા બસ ડ્રાઈવર સાથે મારામારી કરી રહી છે. વીડિયો આંધ્ર પ્રદેશના વિજયવાડા શહેરનો જણાવવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં થયો વીડિયો વાયરલ
એક મહિલાએ બસ ડ્રાઈવર સાથે કરી મારામારી
IPS અધિકારીએ વીડિયો પર આકરી પ્રતિક્રિયા આપી
IPS અધિકારી દીપાંશુ કાબરે આપી પ્રતિક્રિયા
આ અંગે આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. આ સાથે તેમણે કહ્યું કે મહિલા પર જે કેસ નોંધાયો છે, તે યોગ્ય છે. વાયરલ વીડિયોને રિટ્વીટ કરતા IPS અધિકારી દીપાંશુ કાબરાએ લખ્યું, મહિલા દ્વારા ડ્રાઈવર સાથે મારામારી કરવી બિલકુલ અયોગ્ય છે, જે નિંદાને પાત્ર છે. કોઈ પણ માણસને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. વિજયવાડા પોલીસે કેસ નોંધી દીધો છે. આ સાથે જો ડ્રાઈવરની ભૂલ પણ હોય તો તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
મહિલાએ ડ્રાઈવર સાથે કરી મારામારી
ખરેખર, વાયરલ વીડિયોમાં એક મહિલા બસ ડ્રાઈવરને મારી રહી છે. ડ્રાઈવરનો કોલર પકડીને ધમકીભર્યા અંદાજમાં તેના પર બૂમો પાડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બંનેની વચ્ચે ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ મુજબ, આ ઘટના 9 ફેબ્રુઆરીની છે, જેનો વીડિયો હવે વાયરલ થઇ રહ્યો છે. આ મામલે વિજયવાડા પોલીસે રાજ્ય પરિવહન નિગમના બસ ડ્રાઈવરને કથિત રીતે હુમલો કરવાના આરોપમાં મહિલાની ધરપકડ કરી. મહિલાનું નામ નંદિની છે. પોલીસ મુજબ, નંદિની ખોટી દિશામાં રસ્તા પર સ્કૂટી ચલાવતી હતી. ડ્રાઈવરે થોડી વાર ઉભા રહેવા માટે કહ્યુ હતુ. કારણકે તે બસને આગળ વધારી શકે. આ વાતને લઇને મહિલાને ડ્રાઈવર સાથે તીખી ચર્ચા થઇ. ત્યારબાદ મહિલા બસમાં ચઢી ગઈ અને ડ્રાઈવરની સાથે મારામારી કરવા લાગી.
महिला द्वारा ड्राइवर से मार-पीट करना बिलकुल गलत है, निंदनीय है. किसी को कानून हाथ में लेने का हक नहीं.@VjaCityPolice ने केस दर्ज कर सही किया.
साथ ही मामले यदि ड्राइवर की भी गलती हो, तो उसकी जांच कर उचित कार्यवाही होनी चाहिए. https://t.co/4IxuA0xuB2